Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
🪙 Business

આંત્રપ્રેન્યોરમાં હવે કન્ટેન્ટ ક્રિએટર બનવાનો ટ્રેન્ડ

Gujaratnow1 min read
આંત્રપ્રેન્યોરમાં હવે કન્ટેન્ટ ક્રિએટર બનવાનો ટ્રેન્ડ

દેશમાં ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના વધતા વ્યાપની સાથે ઉદ્યોગસાહસિકો તેમજ ક્રિએટર-ફાઉન્ડર્સની એક નવી પેઢી ઉભરી છે. ઇન્ફ્લુઅંસર્સ તરીકે મશહૂર આ પેઢી પોતાની ડાયરેક્ટ ટૂ કન્ઝ્યુમર (ડી 2 સી) બ્રાન્ડ લોન્ચ કરી રહી છે. તેને વેચવા માટે પોતાના જ ફોલોઅર્સને ગ્રાહક બનાવી રહી છે.

ડી 2 સીનો અર્થ ઉત્પાદક દ્વારા સીધા જ ગ્રાહકોને ઑનલાઇન પ્રોડક્ટનું વેચાણ છે. ઇવાય ઇન્ડિયાના પાર્ટનર (ડિજિટલ મીડિયા) રાઘવ આનંદ કહે છે કે “વૈશ્વિક સ્તર પર ઇન્ફ્લુઅંસર્સની પ્રવૃત્તિ તેજીથી વધી રહી છે અને તે 1.25 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ચૂકી છે. જ્યારે, ભારતમાં કેટલાક શોર્ટ-વીડિયો પ્લેટફોર્મ સમાજ પર અસર કરવામાં સફળ થઇ રહ્યાં છે.

વર્ષ 2030 સુધી તેનું આર્થિક મૂલ્ય 50 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચવાનું અનુમાન છે. ક્રિએટર ઇકોનોમીનો આકાર સત્તાવાર રીતે જેટલો માનવામાં આવે છે તેનાથી 3-4 ગણો વધુ હોવાનું અનુમાન છે. ઇન્ફ્લુઅંસર્સ દ્વારા પોતાની બ્રાન્ડ સ્થાપિત કરવાની સાથે જ તેનો સામાજિક-આર્થિક પ્રભાવનો દાયરો પણ વધી રહ્યો છે. તેમાં ડિસ્ટ્રીબ્યૂટર્સ, ઉત્પાદકો, રિટેલર્સ, રૉ-મટીરિયલ પ્રોવાઇડર્સ તેમજ અન્ય શેરધારકો સામેલ છે.

Gujaratnow1 min read

Related News