એન્ડ્રોઇડમાં મોનોપોલીના દુરુપયોગ બદલ ગૂગલને ~1,337 કરોડનો દંડ

એન્ડ્રોઇડમાં મોનોપોલીના દુરુપયોગ બદલ ગૂગલને ~1,337 કરોડનો દંડ

કૉમ્પિટિશન કમિશન ઑફ ઇન્ડિયા (સીસીઆઇ)એ ગુરુવારે અમેરિકી ટેક કંપની ગૂગલને 1,337.76 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કમિશને એન્ડ્રોઇડ મોબાઇલ ઉપકરણના ક્ષેત્રમાં બજારમાં પોતાની મોનોપોલીના દુરુપયોગ બદલ ગૂગલ સામે આ કાર્યવાહી કરી છે.

આ ઉપરાંત સીસીઆઇએ ગૂગલ પર ગેરવાજબી વ્યાવસાયિક પ્રથા બંધ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. સીસીઆઇએ ગુરુવારે જણાવ્યું હતું કે ગૂગલે ચોક્કસ સમયમાં પોતાની પદ્ધતિમાં બદલાવ કરવાનો નિર્દેશ પણ આપ્યો છે. સીસીઆઇએ એપ્રિલ 2019માં એન્ડ્રોઇડ સ્માર્ટફોન સ્માર્ટફોનધારકોની ફરિયાદ બાદ વિસ્તૃત તપાસ શરૂ કરી હતી.

તપાસમાં ગૂગલની કામગીરીમાં પ્રતિસ્પર્ધા કાયદાનો ભંગ હોવાનું જણાયું હતું. એન્ડ્રોઇડ સ્માર્ટફોન અને ટેબ્લેટના મૂળ નિર્માતાઓ દ્વારા સ્થાપિત ઓપન-સોર્ર મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ છે. તપાસમાં ગૂગલની વ્યાવસાયિક કાર્યપદ્ધતિ મોબાઇલ એપ ડિસ્ટ્રિબ્યુશન એગ્રીમેન્ટ અને એન્ટિ ફ્રેગમેન્ટેશન એગ્રીમેન્ટ સંબંધિત છે, જેની નોંધણી ગૂગલની સાથે એન્ડ્રોઇડ ઓએસના ઓઇએમ દ્વારા કરવામાં આવી છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow