ડેટ મ્યુચ્યુઅલ ફંડ રાહતનો અંત હવે ફિક્સ ડિપોઝિટની જેમ ટેક્સ લાગુ

ડેટ મ્યુચ્યુઅલ ફંડ રાહતનો અંત હવે ફિક્સ ડિપોઝિટની જેમ ટેક્સ લાગુ

સંસદમાં ગુરુવારે ફાઇનાન્સ બિલ- 2023 હંગામાને કારણે ચર્ચા વગર જ પાસ થયું હતું. તેમાં 64 સુધારા છે. 1 એપ્રિલ બાદ ડેટ ફંડમાં રોકાણ પર મળતી ટેક્સમાં છૂટ રદ થઇ જશે. હવે તે ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ પર શોર્ટ ટર્મ કેપિટલ ગેન ટેક્સ લાગશે, જે ઇક્વિટીમાં એસેટના 35%થી ઓછું રોકાણ કરે છે. અત્યારે તે લોન્ગ ટર્મ કેપિટલ ગેન ટેક્સના દાયરામાં છે. 1 એપ્રિલ બાદ આ પ્રકારના ફંડ્સમાં રોકાણ કરતા લોકો માટે ટેક્સ વધી જશે. આવકવેરાના સ્લેબ અનુસાર ટેક્સની ગણતરી થશે. તેમાં દરેક પ્રકારના ડેટ ફંડ્સ, ગોલ્ડ ઇટીએફ, ઇન્ટરનેશનલ ફંડ્સ, ડાયનેમિક્સ એસેટ એલોકેશન ફંડ તેમજ મલ્ટિ એસેટ ફંડ્સ સામેલ છે. દેશમાં અત્યારે આ ફંડ્સના રોકાણકારોની સંખ્યા 78.4 લાખ છે. આ લોકોનું ડેટ ફંડમાં રૂ.14 લાખ કરોડનું રોકાણ છે. વિશેષજ્ઞો અનુસાર આ નિર્ણય બાદ ઇક્વિટીમાં રોકાણ વધશે. એસટીટી 25% વધ્યો, દરેક ટ્રેડિંગ પર 400 રૂ. વધુ આપવા પડશે

​​​​​​​ફ્યૂચર એન્ડ ઑપ્શન ટ્રેડ પર સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ (એસટીટી) 25% વધશે. એક કરોડથી ઓછા ટર્નઓવર પર એસટીટીના રૂપમાં 2100 રૂપિયા આપવા પડશે. પહેલાં આ રકમ 1,700 રૂપિયા હતી.

દેશમાં કુલ 3.5 કરોડ લોકો શેરમાર્કેટમાં ટ્રેડિંગ કરે છે. આ જ રીતે ફ્યૂચર કોન્ટ્રાક્ટ સેલ પર 1 કરોડના ટર્નઓવર પર 10 હજાર રૂ. ટેક્સ લાગતો હતો, જે હવે વધીને 12,500 રૂપિયા થઇ ગયો છે.

Read more

ગ્રીનલેન્ડ પર પોતાની 50 વર્ષ જૂની દલીલથી ફસાયું ડેનમાર્ક

ગ્રીનલેન્ડ પર પોતાની 50 વર્ષ જૂની દલીલથી ફસાયું ડેનમાર્ક

ડેનમાર્ક હાલમાં એક વિચિત્ર અને મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાયેલું છે. તેનો સામનો કોઈ દુશ્મન દેશ સાથે નહીં, પરંતુ તેના પોતાના સહયોગી દેશ

By Gujaratnow
મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow