ચૂંટણીમાં ફરજની મુક્તિ માટે કર્મચારીના બહાના, દિવ્યાંગો 24 કલાક કરે છે કામ

ચૂંટણીમાં ફરજની મુક્તિ માટે કર્મચારીના બહાના, દિવ્યાંગો 24 કલાક કરે છે કામ

ચૂંટણી જાહેર થાય એટલે સરકારી કર્મચારીઓમાં સોપો પડી જતો હોય છે કારણ કે ચૂંટણીની ફરજમાં તેમને સીધા આદેશ આવતા જે સ્થળ અને જે સમય કહે ત્યાં પહોંચવાનું હોય છે. ઘણા એવા પણ કર્મચારીઓ છે જેઓ બધી જ યુક્તિ પ્રયુક્તિ ઓર્ડર ન આવે અને ઓર્ડર આવે તો કેન્સલ કરવામાં વાપરી નાખે છે.

આ માટે બીમારી, અસ્વસ્થતા, સામાજિક અને પારિવારિક કારણો આગળ ધરી દેતા હોય છે પણ આ તમામ માટે રાજકોટ જિલ્લાએ નવી પ્રેરણાનો કિસ્સો ધર્યો છે. જિલ્લામાં દિવ્યાંગ સરકારી કર્મચારીઓ 24 કલાક ફરજ બજાવી રહ્યાં છે અને તેમને સૌથી મહત્ત્વની કામગીરી એવી મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટીમાં સમાવાયા છે. આ કમિટીનું કામ જાહેર પ્રસારણોમાં આચારસંહિતા ભંગની નાનામાં નાની ક્ષણ પણ પકડવાની હોય છે અને તેનો રિપોર્ટ બનાવવાનો હોય છે.

રાજકોટ જિલ્લાની આ કમિટીમાં ફક્ત દિવ્યાંગ કર્મચારીઓને સામેલ કરવા માટે જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ વિચાર કર્યો હતો. તેમનો આ વિચાર તમામ દિવ્યાંગ કર્મચારીઓને ગમ્યો હતો અને હોંશે હોંશે આગળ આવ્યા હતા.

આ મામલે કલેક્ટરે જણાવ્યું હતું કે, ‘કમિટીમાં કામ કરવા માટે બધા જ કર્મચારીઓમાં ઉત્સાહ છે અને ઘણા લોકોએ તો રાતની શિફ્ટમાં કામ કરવા માટે સામેથી તૈયારી બતાવી છે. ગુજરાતમા પ્રથમ પ્રયોગ છે કંટ્રોલરૂમમાં ફરજ બજાવવા માટે તમામ કર્મચારીઓ માટે ડ્રેસ કોડ પણ નક્કી કરાયો છે અને તેમાં જ તેઓ ફરજ નિભાવી રહ્યાં છે. રાજકોટ જિલ્લામાં ચૂંટણીને લઈને જે ઓબ્ઝર્વરની નિમણૂકો કેન્દ્રીય ચૂંટણી પંચે કરી છે તે અધિકારીઓને પણ આ મામલે માહિતી મળતા તેઓ પણ કંટ્રોલરૂમની મુલાકાતે આવ્યા હતા અને તેની નોંધ લીધી હતી.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow