અંબાણી જીવનભરમાં જેટલું કમાયા એટલું એલન મસ્કે 10 મહિનામાં ગુમાવ્યું, 'આસમાની ચકલી'એ આપ્યો ઝટકો

અંબાણી જીવનભરમાં જેટલું કમાયા એટલું એલન મસ્કે 10 મહિનામાં ગુમાવ્યું, 'આસમાની ચકલી'એ આપ્યો ઝટકો

વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્ક આ વર્ષે અત્યાર સુધી સંપત્તિ ગુમાવવામાં નંબર વનના સ્થાને પહોંચી ગયા છે. તેમણે ફેસબુકના માલિક માર્ક ઝકરબર્ગને પછાડીને આ સ્થાન હાંસલ કર્યું છે. ટ્વિટરના નવા માલિક બનેલા એલન મસ્કની સંપત્તિમાં આ વર્ષે અત્યાર સુધીમાં $90.8 બિલિયન (આશરે રૂ. 1,467,800 કરોડ)નું નુકસાન થયું છે.

એલન મસ્કે આ વર્ષે માત્ર ભારતમાં જ નહીં પરંતુ એશિયાના બીજા સૌથી મોટા અમીર મુકેશ અંબાણીએ તેમના સમગ્ર જીવનકાળમાં જે કમાણી કરી છે તેના કરતાં વધુ ગુમાવ્યું છે,  બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, આ વર્ષે મસ્કની સંપત્તિમાં $90.8 બિલિયનનો ઘટાડો થયો છે. જ્યારે આજની તારીખ મુજબ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની કુલ સંપત્તિ માત્ર $90 બિલિયન છે.

ફેસબુકના માલિક માર્ક ઝકરબર્ગ પણ આ વર્ષે પૈસા ગુમાવનારાઓમાં સામેલ છે. તેમણે આ વર્ષે અત્યાર સુધીમાં $88.2 બિલિયનની સંપત્તિ ગુમાવી છે. એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ ત્રીજા નંબરે છે. તેમને આ વર્ષે $79.5 બિલિયનનો આંચકો લાગ્યો છે. ખરેખર એલન મસ્ક કે માર્ક ઝકરબર્ગ કે જેફ બેઝોસ તેમની સંપત્તિનો મોટો હિસ્સો તેમની કંપનીઓના શેરમાંથી આવે છે. એલન મસ્કની કંપની ટેસ્લાના શેરમાં આ વર્ષે અત્યાર સુધીમાં 52 ટકાથી વધુનો ઘટાડો થયો છે. આ સાથે માર્ક ઝકરબર્ગની કંપની મેટાના શેર આ વર્ષે અત્યાર સુધીમાં 71 ટકાથી વધુ ઘટી ગયા છે. આ શેરોમાં ઘટાડાની અસર તેમની સંપત્તિ પર પણ પડી રહી છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow