એલોન મસ્કને મોટો લાગ્યો ઝટકો

એલોન મસ્કને મોટો લાગ્યો ઝટકો

BQ PRIMEની રિપોર્ટ અનુસાર ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક માટે છેલ્લા 24 કલાક ખૂબ જ ઉતાર-ચડાવ ભરેલા રહ્યા છે. ટેસ્લા ઇન્ક (Tesla Inc.)ની નિરાશાજનક ત્રિમાસિક પરિણામોને કારણે શેરમાં ઘટાડો, સ્પેસએક્સની સ્ટારશિપ પ્રોગ્રામની નિષ્ફળતા અને ટ્વિટરએ લાખો યુઝર્સની બ્લુ ટિક હટાવવી મસ્ક માટે ભારે પડી ગઈ. બ્લૂમબર્ગ બિલિયનેર્સ ઈન્ડેક્સ અનુસાર છેલ્લા 24 કલાકમાં તેમની સંપત્તિમાં 12.6 બિલિયનનો ઘટાડો થયો છે, જે આ વર્ષે અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો છે.

ટેસ્લા અને સ્પેસએક્સે મસ્કને મોટો ઝટકો આપ્યો
એલોન મસ્ક નેટ વર્થ વિશે વાત કરીએ તો ટેસ્લાના ઘટતા શેરના ભાવની મોટી ખરાબ અસર પડી હતી. ઇલેક્ટ્રિક-કાર નિર્માતા ટેસ્લા ઇન્કએ તેના પ્રથમ ત્રિમાહીના પરિણામોથી રોકાણકારોને નિરાશ કર્યા અને ગુરુવારે તેના શેરની કિંમત 9.75% ઘટીને 162.99 ડોલર થઈ. બીજી તરફ સ્પેસએક્સનું પ્રાયોગિક સ્ટારશિપ રોકેટ ટેક્સાસમાં બોકા ચિકા બીચ પર સ્થિત લોન્ચ પેડ પરથી લોન્ચ કર્યું, પરંતુ માત્ર 4 મિનિટ પછી તે અવકાશમાં બ્લાસ્ટ થઈ ગયું. આ દુર્ઘટના હવાઈ નજીક પેસિફિક ક્ષેત્રમાં બની.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow