એલન મસ્કને લાગી ગઈ લોકોની હાય, આવું કરનારો ઈતિહાસનો પહેલો શખ્સ બન્યો

એલન મસ્કને લાગી ગઈ લોકોની હાય, આવું કરનારો ઈતિહાસનો પહેલો શખ્સ બન્યો

છેલ્લા કેટલાય સમયથી એલન મસ્ક એનકને પ્રકારે  ચર્ચામાં રહે છે. તેવામાં આ વખતે એલન મસ્ક પોતાની સંપત્તિમાં થયેલા ઘટાડાને કારણે ચર્ચામાં આવ્યા છે. વાસ્તવમાં મસ્ક 200 બિલિયન ડોલરની સંપત્તિ ગુમાવનાર વિશ્વના પ્રથમ વ્યક્તિ બન્યા છે. આ માહિતી બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ દ્વારા અપાઈ છે. મહત્વનું છે કે જાન્યુઆરી 2021માં મસ્કની પ્રશ્નલ સંપત્તિ 200 બિલિયનને પર થઈ ગઈ હતી. જે દરમિયાન તેમણે એમેઝોનના માલિક જેફ બેઝોસને પણ પાછળ છોડી દીધા હતા.


નોંધનીય છે કે ઓક્ટોબર 2022 માં ટ્વિટર હસ્તક કર્યા બાદ મસ્કની કંપની ટેસ્લાના શેરમાં પણ ઘટાડો નોંધાઇ રહ્યો છે અને તેના જ કારણે આવુ થઈ રહ્યું છે. ટવીટરને હસ્તગત કરવા માટે મસ્કએ ટેસ્લાના શેર વેંચ્યા હતા.ટેસ્લાના શેરમાં તાજેતરના ઘટાડા બાદ 51 વર્ષીય મસ્કની કુલ નેટવર્થ ઘટીને 137 બિલિયન ડોલર થઈ ગઈ છે.

નવેમ્બર 2021માં મસ્કની સંપત્તિ 340 બિલિયન હતી

બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સના આંકડા અનુસાર તાજેતરના સપ્તાહોમાં ટેસ્લાના શેરમાં ઘટાડાને પગલે મસ્કની સંપત્તિ 137 બિલિયન એટલે કે આશરે 11.33 લાખ કરોડ છે જેમા પણ ગત મંગળવારે તેમાં 11 ટકાનો ઘટાડો થયો છે. નોંધનિય છે કે 4 નવેમ્બર 2021ના રોજ મસ્કની સંપત્તિ વધીને 340 અબજ ડોલર થઈ ગઈ હતી. ત્યારબાદ મોટા પાયે કાતર ફરતા મસ્કની સંપત્તિમાં 200 બિલિયનથી વધુનો ઘટાડો થયો છે.ફ્રેન્ચ બિઝનેસ ટાયકૂન અને LVMH ના સ્થાપક બર્નાર્ડ આર્નોલ્ટે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બનવા માટે એલોન મસ્કને પાછળ છોડી દીધા. છતાં પણ મસ્ક હજુ વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow