એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

'સ્કાય ફોર્સ' ફેમ એક્ટર વીર પહાડિયા અને 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' ફેમ એક્ટ્રેસ તારા સુતરિયા હાલમાં ફિલ્મો કરતાં તેમની લવ લાઇફને લઈને વધુ ચર્ચામાં છે. બંને ડેટ કરી રહ્યા હોવાનું ફેન્સમાં ચર્ચાઈ રહ્યું છે. જોકે, અત્યારસુધી બંનેમાંથી કોઈએ આ અંગે પ્રતિક્રિયા આપી નથી, પરંતુ બંને અવારનવાર સાથે જોવા મળે છે. તેવામાં તાજેતરમાં એક વીડિયોમાં વીર તારાને પ્રોટેક્ટ કરતો જોવા મળ્યો હતો.

વાઇરલ થયેલા વીડિયોમાં તારા સુતરિયા રૂમર્ડ બોયફ્રેન્ડ વીર પહાડિયા સાથે મુંબઈના એક રેસ્ટોરન્ટની બહાર જોવા મળી હતી. તારા કારમાંથી બહાર નીકળતાની સાથે જ વીર તેને પાપારાઝીથી બચાવતો જોવા મળ્યો.

તારા અને વીરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. બંનેના ચાહકો આ વીડિયો પર કમેન્ટ્સ કરી રહ્યા છે. કેટલાક નેટિઝન્સ કહી રહ્યા છે કે, હવે સ્પષ્ટ થઈ ગયું છે કે બંને ડેટિંગ કરી રહ્યા છે, જ્યારે કેટલાકે હાર્ટ ઇમોજી શેર કરી બંને પર પ્રેમ વરસાવ્યો છે.

આ પહેલી વાર નથી, જ્યારે વીર અને તારા સાથે જોવા મળ્યા હોય. આ પહેલા પણ બંને સાથે વેકેશન માટે ઇટાલી ગયાં હતાં. બંનેએ તેમના સોશિયલ મીડિયા પર એક જ લોકેશનના ફોટા પણ શેર કર્યાં હતાં.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow