એક ક્વાર્ટરિયામાં ક્ષત્રિય સમાજ પોતાની જાત વેચી દે છે : શંકરસિંહ
વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ વિવિધ સમાજ પોતાનું શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. ક્ષત્રિય સમાજના તીર્થધામ ફાગવેલ ખાતે આજે કરણી સેના અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા દ્વારા એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. જેમાં તેમણે કહ્યું હતુ કે, ક્ષત્રિય સમાજ દારૂના અેક ક્વાર્ટરીયામાં પોતાનવી જાતને વેચી દે છે. અને અન્ય સમાજ જેમકે વાણિયા, બાહ્મણ, પટેલ એ લેવાની નહીં પરંતુ આપવાની વૃત્તિ રાખી ધાર્યા કામ કરાવી લે છે. તેમજ આગામી ચૂંટણીમાં જે પક્ષ ક્ષત્રિય સમાજના વધુમાં વધુ ઉમેદવારોને ટિકિટ આપશે તેને જ સમાજ દ્વારા સમર્થન આપવામાં આવશે.
કઠલાલ તાલુકાના યાત્રાધામ ફાગવેલ ભાથીજી મંદિર પાસે કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત અને સુખદેવ સિંહના અધ્યક્ષ સ્થાને ક્ષત્રિય ક્રાંતિ સંમેલનનું આયોજન કરાયુ હતું. કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, દિલીપભાઈ પટેલ, કાલિદાસ બાપુ તેમજ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.