વધારે તીખું ખાવાથી એલર્જીની સાથે વજન પણ વધશે, તો પ્રમાણમાં ખાશો તો શરીરમાં ગરમી રહેશે

વધારે તીખું ખાવાથી એલર્જીની સાથે વજન પણ વધશે, તો પ્રમાણમાં ખાશો તો શરીરમાં ગરમી રહેશે

શિયાળાની ફુલગુલાબી ઠંડીથી છુટકારો મેળવવા માટે લોકો બધી જ ટેક્નિક અપનાવે છે. આ દિવસોમાં ખાવા-પીવાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. આજે આપણે જાણીશું ક્યાં ખોરાકની તાસીર ઠંડી કે ક્યા ખોરાકની તાસીર ગરમ હોય છે તેને ધ્યાનમાં રાખીને ડાયટ નક્કી કરવામાં આવે છે.

પરંતુ જ્યારે મસાલાની કરવામાં વાત આવે છે ત્યારે લોકોમાં એવી માન્યતા છે કે, તમામ ગરમ મસાલા ગરમ હોય છે અને શિયાળામાં તો આ ગરમ મસાલા અચૂક ખાવા જોઈએ.  

આ જ કારણ છે કે આજકાલ લોકો ભોજનમાં ઘણાં મરચાં અને મસાલા ઉમેરવામાં આવે છે. પરંતુ કેટલીકવાર તેના ગેરફાયદા પણ હોય છે. જો એક પ્રમાણથી વધુ મસાલા ખાવામાં આવે તો ગરમી મળવાને બદલે ક્યારેક પાચનમાં ગડબડ થઇ જાય છે તો ક્યારેક એલર્જી અને વજન વધવાની સમસ્યા થાય છે.

આવી સ્થિતિમાં, નિષ્ણાત પાસેથી મસાલા ખાવાની સાચી રીત અને પ્રમાણ જાણી લો જેથી સ્વાદ અને સ્વાસ્થ્યની સાથે સાથે શિયાળામાં ગરમાવો પણ રહે.

દરેક મસાલાની અલગ તાસીર હોય છે
એવું નથી કે બધા મસાલા જ ગરમી આપે છે. કેટલાક મસાલા ગરમ તાસીર પણ ધરાવે છે અને કેટલાક ઠંડી તાસીર ધરાવે છે. 'ગરમ મસાલો'નો અર્થ એ નથી કે તે માત્ર ગરમી આપે છે. ગરમ મસાલામાં રહેલી એલચીની તાસીર ઠંડી હોય છે જ્યારે તજની તાસીર ગરમ હોય છે. આ સ્થિતિમાં એ જાણવું જરૂરી છે કે, તમે જે મસાલા ખાઈ રહ્યા છો તે શિયાળાની ઋતુમાં તમારા શરીર પર કેવી અસર કરશે.

મોટાભાગના મસાલા તાસીર ગરમ હોય છે
ડાયટિશિયન ડૉ.વિજયશ્રી પ્રસાદ જણાવે છે કે, મોટાભાગના મસાલાથી શરીર ગરમ રહે છે. વિવિધ છોડમાંથી મેળવેલ મસાલા ખોરાકમાં રંગ અને સ્વાદ વધારે છે. તેની સાથે ગરમ મસાલામાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, વિટામિન A, વિટામિન B6, સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, આયર્ન અને મેગ્નેશિયમ જેવા પોષક તત્ત્વો પણ મળી આવે છે.

મસાલામાં એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ પણ જોવા મળે છે. જે શિયાળામાં આપણું સ્વાસ્થ્ય સારું રાખે છે. તજ અને કાળા મરી જેવા ગરમ મસાલામાં જોવા મળતા તત્ત્વો શરદી અને ફ્લૂ સામે રક્ષણ આપે છે. પરંતુ મસાલા ત્યારે જ ફાયદાકારક છે જ્યારે તેનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. હળદર, તજ, હિંગ, આદુ, તુલસી, સરસવ જેવા મસાલાનો ઉપયોગ શિયાળામાં કરી શકાય છે.

જો યોગ્ય રીતે મસાલા લેવામાં આવે તો ઔષધી છે
ડૉ. વિજયશ્રી પ્રસાદ વધુમાં જણાવે છે કે, 'એ સાચું છે કે મસાલા આપણા શરીરને ગરમ રાખે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. પરંતુ આ મસાલા ત્યારે જ ફાયદાકારક છે જ્યારે આપણે આપણા શરીરની જરૂરિયાતો અનુસાર યોગ્ય માત્રામાં તેનું સેવન કરીએ. વધુ પડતા મસાલા ખાવાથી એલર્જી, અપચો અને અન્ય સમસ્યાઓ થઈ શકે છે.

ધાણા, ફુદીનો, લીલી ઈલાયચી અને વરિયાળી જેવા જડીબુટ્ટીઓ અને મસાલા ઠંડક આપે છે. શિયાળાની ઋતુમાં તેનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. બાય ધ વે, જો તમે કોઈપણ અસરવાળા મસાલા વધુ પડતા ખાશો તો તેનો મેટાબોલિઝમ ધીમો પડી જશે અને વજન વધવાની શક્યતા રહેશે. આ સિવાય વધુ પડતા મસાલા ખાવાથી પણ ઊંઘ ન આવવાની સમસ્યા પણ થઇ શકે છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow