વધુ ઘી ખાવાથી શરીરમાં થઇ શકે છે નુકસાન, જાણો કેટલી માત્રામાં લેવુ જોઈએ ઘી

વધુ ઘી ખાવાથી શરીરમાં થઇ શકે છે નુકસાન, જાણો કેટલી માત્રામાં લેવુ જોઈએ ઘી

ઘી શરીરમાં બેડ કોલેસ્ટ્રોલને વધારી શકે છે

બેડ કોલેસ્ટ્રોલ ખૂબ ખતરનાક છે. આ નસોમાં જમા થઇને લોહીના પરિભ્રમણને પ્રભાવિત કરે છે. જેના કારણે ઘણી ગંભીર બિમારીઓનુ જોખમ વધી શકે છે. આવો જાણીએ કે ઘીનુ સેવન કરવાથી શરીરમાં શુ નુકસાન થાય છે અને ઘીને કેટલી માત્રામાં લેવુ ફાયદાકારક છે.

ઘી ખાવાના નુકસાન

ઘીમાં સેચુરેટેડ ફેટ પણ હોય છે, તેથી વધારે ઘી ખાવાના કારણે બેડ કોલેસ્ટ્રોલનુ લેવલ વધારી શકે છે, બેડ કોલેસ્ટ્રોલ હાર્ટ એટેકનુ કારણ બને છે.

આ વસ્તુઓથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહેશે

કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે ભીંડા, લસણ, કઠોળ અને ડુંગળી જેવી વસ્તુઓનુ સેવન કરવુ જોઈએ. આવી વસ્તુઓ ખાવાથી કોલેસ્ટ્રોલ અંકુશમાં રહે છે.

આટલુ ખાવો ઘી

વધુ ફેટના કારણે શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા વધી શકે છે. એક દિવસમાં આશરે 20 ગ્રામ સુધી ફેટનુ સેવન કરી શકો છો. જો તમારું કોલેસ્ટ્રોલ લેવલ પહેલાથી જ વધુ છે તો ફેટની માત્રા તેનાથી પણ ઘટાડી દેવી જોઈએ.

આ વસ્તુઓથી રહો દૂર

ઘી સિવાય તમારા ઘરમાં દરરોજ ખાવામાં આવતી ઘણી વસ્તુઓ કોલેસ્ટ્રોલની માત્રા વધારી શકે છે. માખણ, ચીજ, મિલ્ક શેક, બિસ્કીટ અને મેદામાંથી બનાવેલી વસ્તુઓ ખાવાથી કોલેસ્ટ્રોલ વધે છે. આ વસ્તુઓને ખાવાથી બચવુ જોઈએ.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow