શિયાળામાં મધ-લસણ ખાવાના છે અઢળક ફાયદા

શિયાળામાં મધ-લસણ ખાવાના છે અઢળક ફાયદા

શિયાળાની ગુલાબી-ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે. લોકો હેલ્ધી રહેવા માટે અનેક ઉપાયો અજમાવે છે, પરંતુ પૌરાણિક સમયથી એક માન્યતા છે કે લસણ અને મધનું એકસાથે સેવન કરવામાં આવે તો અનેક બીમારીમાંથી છુટકારો મળે છે. જો મધના ગુણો વિશે વાત કરવામાં આવે તો એમાં એન્ટીબાયોટિક્સ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય, જ્યારે લસણમાં એલિસિન અને ફાઇબર હોવાને કારણે આપણને ઘણા પ્રકારનાં પોષકતત્ત્વો મળે છે. જો આ બન્નેને મિક્સ કરવાથી બધા જ ફાયદા એક સાથે મળી જાય છે. આવો... જાણીએ પંચકર્મા હોસ્પિટલના આયુર્વેદાચાર્ય ડો.આર.પી. પરાશર પાસેથી મધમાં ડૂબેલા લસણના ફાયદા...

બીજી તરફ લસણમાં ઔષધીય ગુણ ભરપૂર પ્રમાણમાં હોય છે અને એનો ઉપયોગ લગભગ ઘણીબધી વાનગીઓમાં થાય છે. જોકે હવામાન અને તાપમાનને ધ્યાનમાં રાખીને લસણ ખાવામાં ફેરફાર કરવામાં આવે છે. આપણા દેશમાં કાચા લસણની ચટણીથી માંડીને દાળ-શાકમાં લસણનો ઉપયોગ અલગ-અલગ રીતે કરવામાં આવે છે. લસણનું સેવન મધ સાથે પણ કરવામાં આવે છે. આવો... જાણીએ શિયાળામાં મધમાં પલાળેલા લસણનું સેવન સ્વાસ્થ્યને કેવી રીતે ફાયદો કરે છે અને એનું સેવન કરવાની સાચી રીત શું છે.‌

મધ-લસણ છે સુપર ફૂડ‌‌મધમાં ડૂબેલું લસણ ખાવાથી અનેક બીમારીઓ દૂર થાય છે. આ એક પ્રકારનું સુપર ફૂડ છે, જે એન્ટીબાયોટિકની જેમ કામ કરે છે અને શરીરને ડિટોક્સિફાઇ કરીને તમામ પ્રકારનાં ઇન્ફેકશન પણ દૂર રાખે છે. એ રોગ પ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે. જો તમે સતત એક અઠવાડિયા સુધી મધમાં ડૂબેલું લસણ ખાશો તો એની અસર તમારા શરીર પર અસર જોવા મળે છે.

મધમાં ડૂબેલું લસણ ખાવાના અઢળક ફાયદા

વજન ઓછું થાય

હાર્ટ માટે ફાયદાકારક

રોગ પ્રતિકારક શક્તિ વધારે છે મધ

ફંગલ ઇન્ફેક્શન દૂર કરો

શિયાળામાં મધ અને લસણ ખાવાના છે અઢળક ફાયદા
લસણમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ અને એન્ટીબાયોટિક ગુણ હોય છે. લસણ ખાવાથી સંક્રમણ અને અનેક ગંભીર બીમારીઓનું જોખમ ઓછું થાય છે. લસણમાં એલિસિન તત્ત્વ હોય છે, જે શરદી અને મોસમી ચેપ ફેલાવતા બેક્ટેરિયા સામે ખૂબ અસરકારક છે.‌

આ રહી મધ સાથે લસણ ખાવાની રીત
કાચની બોટલમાં મધ નાખીનેને એમાં લસણની થોડી કળીઓ છોલીને નાખો. રોજ સવારે ઊઠ્યા પછી આ શીશીમાંથી લસણની કળી લઈને ચાવીને ખાઓ. આ સિવાય તમે લસણ અને મધને બીજી રીતે પણ લઈ શકો છો. આ માટે લસણની 2 કળીને પીસી લો. એમાં મધનાં થોડાં ટિપા મિક્સ કરી રોજ સવારે ખાલી પેટે ખાઓ. આમ કરવાથી ઘણી બીમારીઓથી રાહત મળે છે.

Read more

ગડકરીએ કહ્યું- મારું મગજ ₹200 કરોડ પ્રતિ મહિનાનું

ગડકરીએ કહ્યું- મારું મગજ ₹200 કરોડ પ્રતિ મહિનાનું

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ શનિવારે નાગપુરમાં એક કાર્યક્રમમાં પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવાની ટીકાનો જવાબ આપ્

By Gujaratnow
એશિયા કપમાં ભારતની PAK પર સર્જિકલ સ્ટ્રાઈક

એશિયા કપમાં ભારતની PAK પર સર્જિકલ સ્ટ્રાઈક

એશિયા કપની છઠ્ઠી મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું. ટીમે 16મી ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 128 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટે

By Gujaratnow
નેપાળ બાદ હવે લંડનમાં પ્રદર્શન, 1 લાખ લોકો જોડાયાં

નેપાળ બાદ હવે લંડનમાં પ્રદર્શન, 1 લાખ લોકો જોડાયાં

શનિવારે સેન્ટ્રલ લંડનમાં 1 લાખથી વધુ લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શનને 'યુનાઇટ ધ કિંગડમ' નામ આપવામાં આવ્યું હતું, જેનું ને

By Gujaratnow