ખુરશી-ટેબલ પર નહીં જમીન પર બેસીને કરો ભોજન, રિસર્ચમાં સામે આવ્યા ચોંકાવનારા ફાયદાઓ

ખુરશી-ટેબલ પર નહીં જમીન પર બેસીને કરો ભોજન, રિસર્ચમાં સામે આવ્યા ચોંકાવનારા ફાયદાઓ

આજકાલની લાઈફસ્ટાઈલ ખૂબ જ બદલાઈ ગઈ છે. જેમાં જુની પરંપરા ભુલાતી જાય છે. પહેલા ભોજન બનાવવાની રીતથી લઈને ભોજન ખાવા સુધીની રીતો અલગ હતી. પહેલાના સમયમાં લોકો જમીન પર બેસીને ભોજન કરતા હતા.

જે લોકો નીચે બેસીને ભોજન કરતા હશે તેમને તેનો આનંદ જરૂર ખબર હશે. મોટાભાગે દાદી-નાની પણ જમીન પર બેસીને જ ભોજન કરતા હતા. કારણ કે તેના ઘણા ફાયદા હોય છે. હાલમાં જ આ વાતનો ખુલાસો ઘણી સ્ટડીઝ અને રિસર્ચમાં થયો છે.

રિસર્ચમાં આ વાતનો પુરાવો મળ્યો કે જમીન અથવા ધરતી પર બેસીને ભોજન કરવું સ્વાસ્થ્ય માટે ઘણા પ્રકારથી લાભ પહોંચાડે છે. આયુર્વેદ પણ આ વાતની પુષ્ટી કરે છે. આવો જાણીએ જમીન પર બેસીને ભોજન કરવાના ફાયદાઓ વિશે...

પાચનતંત્રમાં સુધાર
સુખાસન એક યોગ મુદ્રા છે. જેમાં વ્યક્તિ પગને ક્રોસ કરીને જમીન પર બેસે છે. ભોજન પચાવવા માટે આ મુદ્રા સૌથી સટીક હોય છે. માટે સારા ડાયજેશન માટે તમારે જમીન પર બેસીને જ ભોજન કરવું જોઈએ.

હકીકતે જ્યારે આપણે ભોજન કરવા માટે થાળી જમીન પર મુકીએ છીએ ત્યારે ભોજન કરવા માટે આપણે શરીરને થોડુ આગળની તરફ લઈ જઈએ છીએ અને પછી આપણે ફરી મુળ સ્થિતિમાં આવી જઈએ છીએ.

આના માટે શરીરે વારંવાર હલવું પડે છે જેનાથી પેટના મસલ્સનું સ્ટિમુલેશ થાય છે. જેનાથી પેટમાં ડાઈજેસ્ટિવ એન્ઝાઈમ્સનું સિક્રિશન વધે છે. જેનાથી ભોજન યોગ્ય રીતે પચવા લાગે છે.

માઈન્ડ રિલેક્સ થાય છે
તમને જણાવી દઈએ કે જમીન પર બેસીને ભોજન કરવાને જો યોગ સાથે જોડવામાં આવે તો પદ્માસન અને સુખાસન ધ્યાન માટે આદર્શ મુદ્રાઓ છે. આ આસન મગરને સ્ટ્રેસમાંથી દૂર કરે છે. એવું માનવામાં આવે છે કે આ મુદ્રાઓમાં બેસવાથી શરીરમાં ઓક્સીજનનો ફ્લો વધી શકે છે.

કરોડરજ્જુ થાય છે મજબૂત
હેલ્થ એક્સપર્ટ્સ અનુસાર જો તમે જમીન પર બેસીને ભોજન કરો છો તો તેનાથી તમારી કરોડરજ્જુ સ્વસ્થ્ય થાય છે. ત્યાં જ જો તમારી કરોડરજ્જુ કમજોર છે તો જમીન પર બેસીને જ ભોજન કરો. આ રીતે ભોજન કરવાથી જો તમે સ્થિર બેસો છો અને તમારી કરોડરજ્જુ પર દબાણ નથી પડતું. જમીન પર બેસવાથી તમારી સ્પાઈનનું ફોર્મોશન પણ સુધરે છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow