દયાભાભી'ને યાદ કરીને દુ:ખી થયા 'જેઠાલાલ!

દયાભાભી'ને યાદ કરીને દુ:ખી થયા 'જેઠાલાલ!

તાજેતરમાં ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'એ એની સફરના 17 વર્ષ પૂર્ણ કર્યાં છે. આ સફળતાની ઉજવણી કરવા માટે નિર્માતાઓ દ્વારા એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શો સાથે સંકળાયેલા તમામ કલાકારોએ ભાગ લીધો હતો. આ સેલિબ્રેશન ગોરેગાંવ ફિલ્મ સિટીમાં TMKOC ઇન્ટીરિયર સેટ પર યોજાયું હતું.

શોના નિર્માતા અસિત મોદી, એક્ટર દિલીપ જોશી (જેઠાલાલ), મુનમુન દત્તા (બબીતાજી), અમિત ભટ્ટ (બાપુજી), તનુજ મહાશબ્દે (અય્યર), સચિન શ્રોફ (તારક મહેતા) અને અન્ય ચહેરાઓ પણ ઉજવણીમાં જોવા મળ્યાં હતાં. આ દરમિયાન કલાકારોના પરિવારના સભ્યો પણ સેટ પર હાજર રહ્યા હતા. દિલીપ જોશી અને અન્ય કલાકારોનાં માતા-પિતા અને પરિવારના સભ્યોએ સાથે મળીને કેક કાપી હતી.

આ ઉજવણી દિલીપ જોશી (જેઠાલાલ) માટે ખૂબ જ ખાસ હતી, કારણ કે તેમનાં માતા-પિતા પણ આ યાદગાર ક્ષણનાં સાક્ષી હતાં. દિલીપ જોશી અહીં શોની જેમ જ તેમના રિયલ લાઈફ 'બાપુજી'ની સેવા કરતા જોવા મળ્યા હતા. દિલીપ જોશીનો એક વીડિયો સામે આવ્યા છે, જેમાં તેઓ તેમના પિતાની સંભાળ રાખતા જોવા મળે છે. વૃદ્ધાવસ્થાને કારણે તેમના પિતાને ચાલવામાં તકલીફ પડી રહી હતી. તેઓ લાકડીના ટેકાથી ધીમે ધીમે ચાલી રહ્યા હતા. આ સમય દરમિયાન એક સંસ્કારી દીકરાની જેમ દિલીપ જોશીએ તેમના પિતાનો હાથ પકડીને તેમને ચાલવામાં મદદ કરી. દિલીપ જોશી સેલિબ્રેશનની દરેક ક્ષણ પડછાયાની જેમ તેમના પિતા સાથે જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર યુઝર્સ દિલીપ જોશીનાં વખાણ કરતા થાકતા નથી. તેઓ એક્ટરનાં મૂલ્યોની પ્રશંસા કરતા જોવા મળ્યા. દિલીપ જોશીને 'બેસ્ટ સન'નું ટેગ આપવામાં આવ્યું છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow