તલાટીના ઉમેદવારો માટે દ્વારકા, ભાવનગર સ્પેશિયલ ટ્રેન દોડાવાશે

તલાટીના ઉમેદવારો માટે દ્વારકા, ભાવનગર સ્પેશિયલ ટ્રેન દોડાવાશે

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા 7 મેના રોજ વિવિધ સ્થળોએ તલાટી કમ મંત્રીની પરીક્ષા લેવામાં આવનાર છે. આ પરીક્ષાના અવસર પર મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ 7મીમે રવિવારના રોજ રાજકોટ-દ્વારકા અને રાજકોટ-ભાવનગર વચ્ચે એક દિવસ માટે વિશેષ ભાડા પર ત્રણ જોડી પરીક્ષા સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કર્યો છે. આ ટ્રેનોના તમામ કોચ અનરિઝર્વ્ડ એટલે કે જનરલ કોચ હશે તેવું રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલકુમાર મીના દ્વારા જણાવાયું છે.

રાજકોટમાં 57 હજાર સહિત રાજ્યમાં 8.64 લાખ ઉમેદવારો રવિવારે તલાટીની પરીક્ષા આપવાના છે. ઉમેદવારોને દૂર કેન્દ્ર ફાળવાયા છે ત્યારે તેઓ સરળતાથી પહોંચી શકે તે માટે એસ.ટી નિગમ પણ રાજ્યમાં 4500 જેટલી બસ દોડાવવાનું આયોજન કર્યું છે. બીજી બાજુ રેલવેએ પણ પરીક્ષા સ્પેશિયલ ટ્રેનનું આયોજન કર્યું છે. ટ્રેન વધુ માહિતી માટે યાત્રિકો રેલવેની વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઇ શકે છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow