ધાર્મિક સ્કૂલોમાં બાળકોને રાખવાની પરિવારોની ફરજ

ધાર્મિક સ્કૂલોમાં બાળકોને રાખવાની પરિવારોની ફરજ

અમેરિકામાં આધુનિક અને ધર્મનિરપેક્ષ શિક્ષણ આપવાના કાયદા બાદ પણ ધાર્મિક શિક્ષણ આપી રહેલી સ્કૂલોમાં અભ્યાસ કરી રહેલાં બાળકો આધુનિક શિક્ષણથી વંચિત છે. માતા-પિતા કેટલાક પ્રકારના દબાણમાં બાળકોને આવી સ્કૂલોમાંથી અન્યત્ર મૂકી રહ્યાં નથી. આમાં કેટલીક વખત તો ખોટી બાબતો બાળકોને શીખવાડવામાં આવે છે.

બીટ્રિસ વેબર યહૂદી સમુદાયની સ્કૂલ યેશિવામાં અભ્યાસ કરી રહેલા બાળક આરોનના ભવિષ્યને લઇને ચિંતિત છે. 10 વર્ષીય આરોન હોશિયાર વિદ્યાર્થી અને ધગશવાળો છે. તે નાસાની સાથે કામ કરવા ઇચ્છુક છે પરંતુ યહૂદી સમુદાયની ન્યુયોર્ક સ્થિત અન્ય હસીદી સ્કૂલોની જેમ તેની સ્કૂલમાં પણ નહીવત રીતે જ અંગ્રેજી, ગણિત અને કેટલાક અંશે વિજ્ઞાનનું શિક્ષણ અપાય છે. તે બાળકોને યહૂદી ધર્મના જ એક સમુદાય હસીદીનાં મૂલ્યોનું શિક્ષણ આપે છે.

યહૂદી કાયદા અને પ્રાર્થનાને સર્વોચ્ચ માને છે. વેબર કહે છે કે આરોનની ટીચરે કહ્યું હતું કે ગ્રહો, પૃથ્વીની ચારેબાજુ પરિક્રમા કરે છે. (હકીકતમાં પૃથ્વી અન્ય ગૃહોની સાથે સૂર્યની પરિક્રમા કરે છે) માતા-પિતા સામાજિક દબાણમાં ઇચ્છા હોવા છતાં બાળકોને ધર્મનિરપેક્ષ શિક્ષણ અપાવી શકતાં નથી. હસીદી નેતા બાળકોના જન્મથી પહેલાં લગ્ન પૂર્વની સમજુતીમાં જ યેશિવામાં તેમનું શિક્ષણ નક્કી કરી દે છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow