મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટનામાં દુર્ગાબેનએ પોતાના 12 સંબંધીઓને ગુમાવ્યા છે; પરિવારમાં અશ્રુનો દરિયો ઉભરાયો

મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટનામાં દુર્ગાબેનએ પોતાના 12 સંબંધીઓને ગુમાવ્યા છે; પરિવારમાં અશ્રુનો દરિયો ઉભરાયો

મોરબીમાં સર્જાયેલી દુર્ઘટના અનેક પરિવારો માટે કાળ બની છે. દુર્ઘટનામાં કોઈએ પિતા ગુમાવ્યા છે તો કોઈ પોતાનો દિકરો કે દિકરી ગુમાવી છે. જાણે કે તે પરિવાર માટે રવિવારની રજાનો દિવસ કોળો દિવસ સાબિત થયો છે. અનેક પરિવારો બાળકો સાથે ઝૂલતા પુલની મુલાકાતે ગયા હતા જે મોજની પળો પરિવર્તન થઈ કાળ પળમાં અને જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યાં સાંજના સમયે આચનક બ્રિજ તૂટી જતાં લોકો પાણીમાં ખાબક્યા હતા. મોરબીની દુર્ઘટનાને લઇને રાજ્ય આખું ધ્રુજી ઉઠ્યું છે. પુલ તૂટવાની ઘટનામાં અનેક લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે.  પુલ તુટી પડતા અનેક પરિવારોના પોતાના સભ્યો ગુમાવ્યા છે. અનેક માતા-પિતાઓએ પોતાના સંતાનો ગુમાવ્યા છે, તો કેટલાય બાળકો માતા-પિતાની છત્રછાયા ખોઇ બેસ્યા છે. આ હ્રદયકંપા ઘટનાથી સૌ કોઈ દુ:ખી છે. મોરબીની દુર્ઘટનાથી અનેક પરિવારમાં આક્રંદ સર્જયો છે. જેમાં દુર્ગાબેન રૈયાણીએ પોતાના પરિવારના 12 સભ્યો ગુમાવ્યા છે.

દુર્ગાબેનએ 12 સંબંધીઓને ગુમાવ્યા
આ દુર્ઘટના યાદ કરીએ તો પણ હર્દયકંપી ઉઠે જેવી સર્જાઈ છે જેનાથી અનેક પરિવારના માળા વનવિખરે થઈ ગયા છે. આ દુર્ઘટના લઈ અનેક પરિવારની આંખોની અમી તુટતી નથી. અનેક પરિવારે પોતાના સ્વજનો ગુમાવ્યા છે. જેમાં દુર્ગાબેનએ પોતાના પરિવારના 12 સભ્યો ગુમાવ્યા છે. દુર્ગાબેનની 14 વર્ષની માસૂમ દીકરી કુંજલનું દુર્ઘટનામાં મૃત્યુ થયું છે. તો તેમની સગી 4 બહેનોના પણ મચ્છુમાં ડૂબવાથી મૃત્યુને ભેટી છે. જેમાં દુર્ગાબેનની બહેન ધારાબેન, ઈલાબેન, શોભનાબેન અને એકતાબેનનું મૃત્યુ છે. સાથે જ તેમના 3 બનેવીના પણ મૃત્યુ થયા છે, હરેશભાઇ, મહેશભાઈ, ભાવિકભાઈ નામના બનેવીના મૃત્યુ નીપજ્યા છે. જેમાં ચાર ભાણેજ અને દીકરીનું પણ મોત થયું છે. મોરબીની હર્દયકંપા દુર્ઘટમાં અનેકના જીવ ગયા છે અને કેટાલય પરિવારના માળા વનવિખરે થઈ ગયા છે. દુર્ગાબેનએજણાવ્યું કે મને બધાની બહુ યાદ આવે છે મારી ઢીંગલી બહુ હોંશિયાર હતી.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow