દુર્ગા પંડાલમાં ભીષણ આગમાં 5નાં મોત

દુર્ગા પંડાલમાં ભીષણ આગમાં 5નાં મોત

ઉત્તરપ્રદેશના ભદોહીમાં રવિવારે સાંજે એક ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. અહીંના એક દુર્ગા પંડાલમાં ભીષણ આગ લાગી હતી, જેમાં 5 લોકોનાં મોત થયાં હતાં, જેમાં 3 બાળક અને એક મહિલાનો સમાવેશ થાય છે, જ્યારે 52 લોકો દાઝી ગયા હતા, 33ની હાલત ગંભીર છે. તેમને વારાણસીના BHUમાં રિફર કરવામાં આવ્યા છે. આ દુર્ઘટના ઔરાઈ વિસ્તારના નરથુઆમાં બની હતી. દુર્ઘટના સમયે પંડાલમાં લગભગ 150 લોકો હાજર હતા એવું જાણવા મળી રહ્યું છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આગ ત્યારે લાગી ત્યારે આરતી થઈ રહી હતી. એને કારણે હોબાળો મચી ગયો હતો. લોકો પોતાનો જીવ બચાવવા માટે અહીં-તહીં દોડવા લાગ્યા. લોકોની ભારે ભીડને કારણે લોકો બહાર આવે એ પહેલાં જ આગની ઝપેટમાં આવી ગયા હતા. આસપાસના લોકોએ જેમ તેમ કરીને લોકોને બહાર કાઢ્યા. એક પ્રત્યક્ષદર્શી મહિલાએ જણાવ્યું હતું કે શોર્ટસર્કિટને કારણે આગ લાગી હતી. ત્યાર પછી એ આખા પંડાલમાં ફેલાઈ ગઈ હતી.

Read more

સૌરાષ્ટ્રના પ્રખ્યાત સળગતી ઈંઢોણીના રાસની તૈયારી શરૂ

સૌરાષ્ટ્રના પ્રખ્યાત સળગતી ઈંઢોણીના રાસની તૈયારી શરૂ

ગુજરાતના સૌથી લાંબા તહેવાર નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ખેલૈયાઓએ અત્યારથી જ ગરબાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો બીજી તરફ સૌરાષ્

By Gujaratnow
મસ્કને પછાડી ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ

મસ્કને પછાડી ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ

ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન હવે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. કંપનીના શેરમાં એક જ દિવસમાં 41% થી વધુના ઉછાળાને કારણે, તેમની કુલ સંપત્તિમા

By Gujaratnow