જાન લઈને નીકળ્યાં દુલ્હેરાજા, ઘર બહાર જોયું એવું કે મચ્યો હડકંપ, પરણવાની ના પાડી દીધી

જાન લઈને નીકળ્યાં દુલ્હેરાજા, ઘર બહાર જોયું એવું કે મચ્યો હડકંપ, પરણવાની ના પાડી દીધી

હાપુડમાં એક યુવક એકતરફી પ્રેમમાં એટલો અંધ બની ગયો કે તેણે વરરાજાને ધમકી આપી. તેણે વરરાજાને જાન લઈને તેની માશૂકના ઘેર ન જવાની ચેતવણી આપી છે. માથાફરેલ યુવાને એક પત્ર લખીને દુલ્હાને મારી નાખવાની ધમકી આપી હતી અને હવે આ પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. માથાફરેલ યુવકે  આ પત્ર વરરાજાના ઘરની બહારની દિવાલ પર ચીપકાવ્યો હતો. હવે વરરાજાના પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને આરોપી વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.
મોન્ટીસિંહના લગ્નની જાન 18  ફેબ્રુઆરીએ ગઢમુક્તેશ્વર તહસીલ વિસ્તારમાં જવાની હતી લગ્નનો વરઘોડો નીકળે તે પહેલા જ એક શખ્સ વરરાજાના ગામ પહોંચી ગયો હતો અને ધમકીભર્યો પત્ર આપ્યો હતો.

પત્ર લખીને આપી ધમકી
વરરાજાના ઘરની બહાર લગાવવામાં આવેલા પોસ્ટરમાં માથાફરેલ શખ્સે દુલ્હાને ધમકી આપતા લખ્યું કે કાન ખોલીને સાંભળી લેજે, કરિશ્મા મારી છે... જાન લઈને ન આવતો નહિતર, તું નહિ બચે. હું જાનને સ્મશાનગૃહમાં ફેરવીશ. એટલું જ નહીં આરોપી યુવકે લગ્ન પ્રસંગને પણ ધમકી આપી છે. તેમણે કહ્યું છે કે જે ભાઈને જમણવારની સાથે ગોળી ખાવી હોય તે જાનમાં આવે. આરોપીએ કહ્યું કે આ તો ટ્રેલર છે, આખી ફિલ્મ તો લગ્નમાં ભજવાશે. માથાફરેલા યુવાને દુલ્હાના ઘરની બહાર કાગળ ચીપકાવીને જાનથી મારી નાખવાની ધમકી આપતાં દુલ્હાને પહેલા તો લગ્નની ના પાડી દીધી હતી અને તેઓ બધા પોલીસમાં પહોંચ્યાં હતા અજાણ્યા સામે ફરિયાદ લખાવી હતી.

શું હતી ઘટના
હાપુડમાં એક યુવાનને કરિશ્મા નામની એક છોકરી સાથે એકતરફી પ્રેમ થયો હતો અને તે તેની સાથે લગ્ન કરવા માગતો હતો પરંતુ છોકરીને તે પસંદ નહોતો આ દરમિયાન કરિશ્માના બીજે લગ્ન નક્કી થતા માથાફરેલ યુવાને વરરાજાના ગામમાં પહોંચી ગયો અને તેને કરિશ્મા સાથે લગ્ન ન કરવાની ધમકી આપી.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow