વ્યાજખોરોના ત્રાસથી ઉણ શાળાના શિક્ષકે ગુપ્તાંગ કાપી આત્મહત્યાનો પ્રયાસ કર્યો

વ્યાજખોરોના ત્રાસથી ઉણ શાળાના શિક્ષકે ગુપ્તાંગ કાપી આત્મહત્યાનો પ્રયાસ કર્યો

આકોલીમાં રહેતા અને ઉણની સરકારી પ્રાથમિક શાળાના આચાર્યએ વ્યાજખોરોના ત્રાસથી ગુપ્તાંગ કાપી આત્મહત્યાનો પ્રયાસ કરતા હડકંપ મચ્યો છે. ઉણના સરકારી શિક્ષકે ખેતીની જમીન ખરીદવા દેવું કરવું પડ્યું હતું. જેમાં શિક્ષકે 12 આરોપીઓ પાસેથી 1.65 કરોડ સામે 3.70 કરોડની ચુકવણી કરી છતાં વ્યાજખોરો પૈસા માગતા હતા. વ્યાજખોરોના પૈસા ચૂકવવા માટે બીજા વ્યાજખોરો પાસે પૈસા લેતા લેતા આ સ્થિતિ સર્જાઈ હતી અને છેલ્લે કોરોની જાનથી મારી નાખવાની ધમકી સહિત માનસિક યાતનાઓ વધી જતા લિંગ કાપીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો.

આચાર્યએ 1 કરોડ 65 લાખ લીધા જેની સામે 3.70 કરોડની ચુકવણી કરી
2020માં ઉણ પ્રાથમિક શાળાના આચાર્ય દલસુંગજી ઠાકોર (રહે. આકોલી મહારાજ વાસ) એ થરા શિહોરી વચ્ચે આકોલી ગામમાં ખેતીની જમીન રાખેલી જે માટે પૈસાની જરૂર પડતા સૌપ્રથમ વિક્રમસિંહ પાસે 17.50લાખ રૂપિયા વ્યાજે લીધા હતા જે બાદ આ રૂપિયા ચૂકવવા માટે બીજા પાસેથી આજે લેવા પડ્યા બીજાના રૂપિયા ચૂકવવા માટે ત્રીજા પાસેથી લેવા પડ્યા એમ જુદા જુદા 12 લોકો પાસેથી શાળાના આચાર્યએ 1 કરોડ 65 લાખ લઈ લીધા જેની સામે 3.70 કરોડની ચુકવણી પણ કરી દીધી.

લિંગ કાપીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો

તેમ છતાં વ્યાજખોરો જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા જેનાથી વ્યથીત થઈને આચાર્યએ ગુપ્તાંગ કાપી આત્મહત્યાનો પ્રયાસ કરી દેતા હોસ્પિટલમાં સારવાર લેવા જવું પડ્યું હતું. હાલ શાળાના આચાર્યએ તમામે શિહોરી પોલીસ મથકમાં 12 વ્યાજખોરો સામે ગુનો નોંધાવ્યો છે.

આચાર્યને 21.70 લાખ વ્યાજે આપ્યા ​​​​​​​
​​​​​​​આ બારમાં શિહોરી તાલુકા પંચાયતના બે કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે જેઓ વ્યાજે નાણા આપવાનું કામ કરે છે અને તેમણે આચાર્યને 21.70 લાખ વ્યાજે આપ્યા હતા જેની સામે આચાર્ય 44.19 લાખ ચૂકવ્યા હતા. શિહોરી પોલીસે આ મામલે 12 વ્યાજખોરો સામે ગુનો નોંધ્યો છે અને એક વ્યાજખોર કનુભા સોલંકીની અટકાયત પણ કરી છે.

શિહોરી તાલુકા પંચાયતના બે કર્મચારીઓ સહિત 12 વ્યાજખોરો સામે ગુનો નોંધાયો
1.વિક્રમસિંહ હપાજી વાઘેલા,ગામ, આકોલી મહારાજ વાસ,તા. કાંકરેજ
2.ભરતભાઇ ભુરાભાઇ દેસાઇ,ગામ, ભડકાસર,તા. દિયોદર,3. નીરવકુમાર અમૃતલાલ ત્રિવેદી,તાણારોડ,ગામ. થરા,તા. કાંકરેજ.,4. અનુપસિંહ વિજુભા વાઘેલા,ગામ. બલોચપુર,તા. કાંકરેજ,5.કનુભા ગુલાબસિંગ સોલંકી,ગામ. શીહોરી,6. અમરતભાઇ મગનભાઇ જોષી
શિશુમંદિર સામે,ગામ. થરા,તા. કાંકરેજ,7.મેધુભા પૃથ્વીરાજ વાઘેલા

ગામ. આકોલી ઠાકોરવાસ,તા. કાંકરેજ,9. ગોપાળભાઇ જેઠાભાઇ જોષી
તાણા રોડ ,ગામ. થરા,તા. કાંકરેજ,10. જામાભાઇ હિરાભાઇ દેસાઇ
ગામ. આકોલી મહારાજ વાસ,તા. કાંકરેજ,11.અરજણભાઇ ચોથાભાઇ દેસાઇ ગામ. ઊણ,તા. કાંકરેજ,12. ઇન્દ્રસિંહ નવુભા વાઘેલા ગામ. ઊણ.

કેટલા વ્યાજે લીધા અને કેટલા પાછા આપ્યા1.વાઘેલા વિક્રમસિંહ હપાજી પાસેથી રૂ.17.50ની સામે રૂ.35.77 લાખ
2.દેસાઇ ભરતભાઇ ભુરાભાઇ પાસેથી 8 લાખ/- સામે રૂ.36.73 લાખ
3.ત્રિવેદી નીરવકુમાર અમૃતલાલ અને 4. વાઘેલા અનુપસિંહ વિજુભા પાસેથી 21.70 સામે રૂ.44.19 લાખ

5.સોલંકી કનુંભા ગુલાબસિંગ પાસેથી રૂ.8 લાખ સામે 17 લાખ
6.જોષી અમરતભાઇ મગનભાઇ પાસેથી રૂ.11.74 લાખ સામે 11.24 લાખ
7.વાઘેલા મેધુંભા પૃથ્વીરાજ પાસેથી 4 લાખની સામે 10 લાખ
8.વાઘેલા ધનુંભા બન્નેસીગ પાસેથી રૂ.10 સામે રૂ.16 લીધા.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow