ચીનમાં ઓમિક્રોનના સબ વેરિયન્ટના કારણે સ્થિતિ બદતર!

ચીનમાં ઓમિક્રોનના સબ વેરિયન્ટના કારણે સ્થિતિ બદતર!

વિશ્વમાં ફરી એકવાર ખૂબ ઝડપથી કોરોના વાયરસ બેકાબૂ બની રહ્યો છે. ખાસ કરીને ચીનમાં જે ઝડપથી ઓમિક્રોનનો સબ વેરિયન્ટ BF.7 લોકોને સંક્રમિત કરી રહ્યો છે તે દુનિયાભરના દેશો માટે એક ખતરાની ઘંટી સમાન છે. હાલમાં ચીનની બદતર સ્થિતિ અંગે વાત કરીએ તો, ઓમિક્રોનના સબ વેરિયન્ટથી અત્યાર સુધીમાં ચીનમાં હોસ્પિટલ દર્દીઓથી ફૂલ અને સ્મશાનોમાં મૃતદેહોના ઢગલા જોવા મળી રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર ચીનમાં અત્યાર સુધીની સૌથી મોટી કોવિડ-19ની લહેર આવી હોવાનું મનાય છે.

ચીની સ્વાસ્થ્ય અધિકારીઓનું કહેવું છે કે દેશમાં આગામી કેટલાક મહિનામાં કોવિડ-19થી 80 કરોડ લોકો સંક્રમિત થઈ શકે છે. અને એક રિપોર્ટ અનુસાર ચીનમાં મૃતકોની સંખ્યા 5 લાખ થાય તેવી સંભાવના છે. ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં ચીને પોતાની ઝિરો કોવિડ પોલિસીને રદ કરી હતી અને ત્યારબાદ ત્યાં સંક્રમિતોની સંખ્યામાં એટલી વધી કે સ્મશાનોમાં એકસાથે અંતિમ સંસ્કાર કરવા પડ્યા. સોશ્યલ મીડિયાના પ્લેટફોર્મ ટ્વિટર પર વાયરલ થતા વીડિયો જોતા લાગે છે કે ચીનમાં કેસ અને મોતના સત્તાવાર આંકડા અને તેની હકીકત વચ્ચે ઘણો તફાવત છે. ચીનમાં કોરોનાથી કેવી બદતર સ્થિતિ છે તે જોવા માટે ઉપરના ફોટા પર ક્લિક કરો.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow