ઉત્તરાખંડ જનાર પ્રવાસીઓની બલ્લે બલ્લે, નવા વર્ષને લઈને સરકારે લીધો મહત્વનો નિર્ણય

નવા વર્ષને આડે બે દિવસની વાર છે. લોકો નવા વર્ષને વધાવી લેવા તલપાપડ બન્યાં છે અને આ માટે જાણીતી જગ્યાએ અત્યારથી પોતપોતાના પ્લાન પ્રમાણે ગોઠવાઈ ગયા છે. ભારતમાં સૌથી વધારે પ્રવાસીઓ જ્યાં પહોંચે છે તેવા ઉત્તરાખંડમાં પણ નવા વર્ષને લઈને પ્રવાસીઓમાં આતુરતા છે અને સેંકડો લોકો ઉત્તરાખંડમાં પહોંચી ગયા છે ત્યારે હવે ઉત્તરાખંડની સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે.
24 કલાક ખુલ્લી રહેશે હોટલ, રેસ્ટોરન્ટ, ઢાબા સહિતની દુકાનો
સરકારે તમામ હોટલ, રેસ્ટોરન્ટ, ઢાબા સહિતની દુકાનો 24 કલાક ખુલ્લી રાખવાનો આદેશ આપી દીધો છે જેને કારણે આવનાર પ્રવાસીઓને કોઈ અગવડ નહીં પડે અને પોતપોતાના બજેટ અનુસાર ત્યાં રહી શકશે અને નવા વર્ષની ઉજવણી કરી શકશે.