કોરોનાની દહેશતથી ગુજરાતીઓ વેક્સિન લેવા દોડ્યા: રાજ્ય સરકારે તાબડતોબ આટલા ડોઝ મંગાવ્યા

કોરોનાની દહેશતથી ગુજરાતીઓ વેક્સિન લેવા દોડ્યા: રાજ્ય સરકારે તાબડતોબ આટલા ડોઝ મંગાવ્યા

કેટલાક દેશોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. દેશમાં કોરોનાની વધુ એક લહેર આવી શકે છે. આવી સ્થિતિમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્વાસ્થ્ય સુવિધાઓની સમીક્ષા કરવામાં આવી રહી છે.  

ત્યારે સંભવિત કોરોનાના ખતરા વચ્ચે ગુજરાતમાં વેક્સિનની અછત સર્જાઈ હોવાનું મીડિયામાં પ્રકાશિત થઈ રહેલા અહેવાલો પરથી લાગી રહ્યું છે. જેના પગલે રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે વેક્સિનની માંગ કરી છે.

કેન્દ્ર સરકાર પાસેથી વેક્સિનની કરી માંગ
ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર પાસે 12 લાખ વેક્સિનના ડોઝની માંગણી કરી છે. રાજ્યના આરોગ્ય વિભાગે 12 લાખ વેક્સિનના ડોઝ માંગ્યા છે. રાજ્યમાં 10 લાખ કોવિશિલ્ડ અને 2 લાખ કો-વેક્સિનના ડોઝની માંગણી કરી છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને 2 લાખ કો-વેક્સિનનો જથ્થો મંજૂર કર્યો હતો, 2 લાખ કો-વેક્સિન પૈકી 1 લાખ કોવેક્સિનના ડોઝ રાજ્ય સરકારને મળ્યા હતા.  

12 લાખ વેક્સિનના ડોઝની માંગણી
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, લોકોએ રસી લેવાની બંધ કરી હતી એટલે નવા ડોઝ મંગાવ્યા નહોતા. હાલ અચાનક લોકો રસી લેવામાં વધારો થયો છે. કોવિશિલ્ડ અને કો વેક્સિનની માંગણી ભારત સરકાર પાસે કરી છે, કોરોના વિરોધી રસીના 12 લાખ ડોઝ ભારત સરકાર પાસે માગ્યા છે.

વેક્સિન પ્રત્યે લોકોમાં જાગૃતતા આવી
છેલ્લા કેટલાક દિવસથી એવા પણ સમાચાર આવી રહ્યા છે કે અમદાવાદમાં કોરોનાના ખતરા વચ્ચે વેક્સિનનો જથ્થો ખૂટી પડ્યો છે. અમદાવાદમાં અર્બન હેલ્થ સેન્ટરમાં વેક્સિનનો જથ્થો જ નથી. અર્બન હેલ્થ સેન્ટરમાં બુસ્ટર ડોઝ લેવા માટે લોકો ધક્કા ખાઈ રહ્યા છે.  

વધતા કેસને લઇ વેક્સિન પ્રત્યે લોકોમાં જાગૃતતા આવી છે. પરંતુ હેલ્થ સેન્ટરો પર વેક્સિન હોવાથી લોકો વેક્સિન લીધા વિના જ પાછા જઈ રહ્યા છે. નોંધનીય છે કે કોરોના સામે વેક્સિન જ રામ બાણ ઈલાજ છે. છેલ્લા એક સપ્તાહથી લોકો બુસ્ટર ડોઝ લેવા માટે જાગૃત બન્યા છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow