દૂધસાગર ડેરીને રિવર્સ ગિયરમાં નાંખવામાં આવી હતી, હવે ફોરવર્ડમાં ચાલશે: વિપુલ ચૌધરીનું મોટું નિવેદન

દૂધસાગર ડેરીને રિવર્સ ગિયરમાં નાંખવામાં આવી હતી, હવે ફોરવર્ડમાં ચાલશે: વિપુલ ચૌધરીનું મોટું નિવેદન

મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીનું જેલમાંથી છૂટયા બાદ મોટું નિવેદન સામે આવ્યું છે. વિપુલ ચૌધરીએ કહ્યું છે કે, અમૂલના પૂર્વ MD સોઢીના રાજીનામા મુદ્દે કહ્યું કે, દૂધસાગર ડેરીને રિવર્સ ગિયરમાં નાખવામાં આવી હતી. દૂધ ઘટતું હોવા છતા પાવડર પ્લાન્ટ બનાવવાનો નિર્ણય લેવાયો હતો. હવે દૂધસાગર ડેરી ફોરવર્ડ ગિયરમાં ચાલશે. આ સાથે વિપુલ ચૌધરીએ કહ્યું હતું કે, દૂધસાગર ડેરીની દિલ્લી સ્થિત માનસાગર ડેરી અને મોતીસાગર ડેરીની ક્ષમતાનો પૂર્ણ ઉપયોગ થશે.

ઉત્તર ગુજરાતના મહેસાણામાં આવેલી દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન જેલમાંથી છૂટયા બાદ તેમના સૂર બદલાયા છે. આજે મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોર્ટની બહાર તેમણે જણાવ્યું હતું કે, હવે એમ લાગે છે કે, દૂધસાગર ડેરીની દિલ્લી સ્થિત ડેરી માનસાગર ડેરી અને મોતીસાગર ડેરી ની ક્ષમતાનો પૂર્ણ ઉપયોગ થશે.

અમૂલનો અધ્યક્ષ હતો ત્યારે........
દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીએ કહ્યું હતું કે, હું અમૂલનો અધ્યક્ષ હતો ત્યારે દિલ્લીમાં 32 લાખ લીટર દૂધનું વેચાણ થતું હતું. જેમાંથી 50 ટકા જેટલું એટલે કે 16 લાખ જેટલું દૂધ દૂધસાગર ડેરીનું વેચાતું હતું. આજે એવું લાગે છે કે, જ્યારે બજાર 42 લાખ લિટર જેટલું થયું છે ત્યારે દૂધસાગરની ડેરીની બંને ડેરીઓની ક્ષમતા ઉપયોગ કરવાની અને 16 લાખ લિટર પુ:ન દૂધ વેચાય તેવી આશાઓ અને અપેક્ષાઓ છે.

અમૂલના પૂર્વ MD સોઢીના રાજીનામા મુદ્દે શું કહ્યું ?
વિપુલ ચૌધરીએ અમૂલના પૂર્વ MD સોઢીના રાજીનામા મુદ્દે પણ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, દૂધસાગર ડેરીને રિવર્સ ગિયરમાં નાખવામાં આવી હતી. દૂધ ઘટતું હોવા છતા પાવડર પ્લાન્ટ બનાવવાનો નિર્ણય લેવાયો હતો. પાવડર બનાવવાનો હોય તો દિલ્લીમાં ડેરી શું કામ કરી? હવે દૂધસાગર ડેરી ફોરવર્ડ ગિયરમાં ચાલશે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow