રાજકોટમાં વેલનાથપરામાં નશાખોરની ધમાલ

રાજકોટમાં વેલનાથપરામાં નશાખોરની ધમાલ

મોરબી રોડ પરના વેલનાથપરામાં રાત્રે નશાખોર શખ્સોએ ધમાલ કરી પથ્થરમારો કરતાં વિસ્તારમાં ફફડાટ ફેલાઇ ગયો હતો, ધમાલમાં ઘવાયેલા પ્રૌઢને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મોરબી રોડ પરના વેલનાથપરા-2માં રહેતા સહદેવભાઇ મહેશભાઇ ગોહેલ સાંજે પોતાના ઘર નજીક હતા ત્યારે પ્રકાશ ઉર્ફે બાડો સોલંકીનો પુત્ર રાહુલ અને વિશાલ પુરપાટ ઝડપે બાઇક લઇને નીકળતાં સહદેવભાઇએ બાઇક ધીમે ચલાવવાનું કહેતા રાહુલ અને વિશાલ ઉશ્કેરાયા હતા અને માથાકૂટ કરીને ફોન કરીને પ્રકાશ સોલંકીને બોલાવતા તે છ-સાત લોકો ધસી આવ્યા હતા

અને સહદેવભાઇને ગાળો ભાંડવા લાગ્યા હતા, સહદેવભાઇને બચાવવા તેના પિતા મહેશભાઇ ગોહેલ વચ્ચે પડતાં પ્રકાશ સહિતનાઓએ પ્રૌઢ મહેશભાઇને ધોકા ફટકાર્યા હતા અને પથ્થર તથા ઇંટના ઘા શરૂ કર્યા હતા. હુમલામાં ઘવાયેલા મહેશભાઇને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, મહેશભાઇના નાના પુત્ર દિશાંતે આક્ષેપ કરતા કહ્યું હતું કે, પ્રકાશ, તેનો ભાઇ મનોજ સહિતનાઓ દેશી દારૂનો ધંધો કરે છે અને છાશવારે આ વિસ્તારમાં ધમાલ કરી લોકોને પરેશાન કરે છે, ઘટનાની જાણ થતાં પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ સ્થળ પર દોડી ગયા હતા અને દારૂના ધંધાર્થી સામે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી.

Read more

શિવરાજગઢમાં ઘર કંકાસથી ત્રાસી પરિણીતાએ ફાંસો ખાધો

શિવરાજગઢમાં ઘર કંકાસથી ત્રાસી પરિણીતાએ ફાંસો ખાધો

ગોંડલના શિવરાજગઢ ગામે રહેતી 20 વર્ષીય પરિણીતા પૂજાબેન મકવાણાએ ગૃહ કંકાસથી કંટાળીને પોતાના ઘરે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી વ્યા

By Gujaratnow
સુરતમાં અસામાજિક તત્વોએ ગણપતિ બાપાના બેનરો ફાડ્યા

સુરતમાં અસામાજિક તત્વોએ ગણપતિ બાપાના બેનરો ફાડ્યા

સુરત શહેરના વેસુ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ગણપતિ બાપાના આગમનના બેનરોમાં ફાડવામાં આવતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ઘટના ગુ

By Gujaratnow