મોસ્કો પર ડ્રોન એટેક

મોસ્કો પર ડ્રોન એટેક

યુક્રેન અને રશિયા વચ્ચે જારી યુદ્ધ હવે રશિયન પાટનગર મોસ્કો સુધી પહોંચી ગયું છે. રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર ડ્રોન હુમલા શરૂ કર્યા છે. તેના જવાબમાં મંગળવારે વહેલી પરોઢે યુક્રેને સૌથી મોટી જવાબી કાર્યવાહી કરીને રશિયાની રાજધાની મોસ્કોમાં આઠથી પણ વધારે ડ્રોન હુમલા કર્યા હતા. મોસ્કોમાં રહેવાસી વિસ્તારોમાં યુક્રેન તરફથી પણ પ્રથમ વખત હુમલા કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું છે કે આ હુમલાના કારણે કેટલીક ઇમારતોને નુકસાન થયું છે.

તેમણે એમ પણ કહ્યું હતું કે હુમલામાં નુકસાનગ્રસ્ત થયેલી બે ઇમારતોમાં રહેતા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. હુમલામાં બે લોકો ઘાયલ થયા છે. રશિયન સૂત્રોએ કહ્યું છે કે હુમલા કરનાર ડ્રોન કીવ તરફ મોકલવામાં આવ્યા હતા. જોકે, તમામને ફૂંકી મારવામાં આવ્યા છે. આ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નાઝી હુમલા બાદ મોસ્કો પર કરાયેલો સૌથી ભીષણ અને મોટો હુમલો છે.

મોસ્કોની ઇમારતોને નુકસાન થયું
રશિયાએ યુક્રેનની રાજધાની કીવમાં મંગળવારે વહેલી પરોઢે હુમલા કર્યા હતા. છેલ્લા 24 કલાકમાં કીવ પર રશિયાએ ત્રીજી વખત હુમલો કર્યો છે. આકાશમાં રશિયન ડ્રોન અને ભીષણ વિસ્ફોટના અવાજ સંભળાયા હતા. કીવના સૈન્ય અધિકારીઓએ કહ્યું છે કે શરૂઆતી આંકડા મુજબ કીવનાં વિમાની ક્ષેત્રમાં હવાઇદ‌ળના જવાનોએ 20થી વધુ શાહિદ ડ્રોન ( ઇરાની ડ્રોન)ને ફૂંકી માર્યા છે. યુક્રેનની સેનાએ કહ્યું છે કે, રશિયન દળોએ કીવ પર સવારે 11 વાગે બેલિસ્ટિક અને ક્રૂઝ મિસાઇલો ઝીંકી હતી.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow