ડીઆરઆઇને બરણીના ઢાંકણમાંથી 87 ગ્રામ એમડી ડ્રગ્સ મળ્યું

ડીઆરઆઇને બરણીના ઢાંકણમાંથી 87 ગ્રામ એમડી ડ્રગ્સ મળ્યું

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સે 26 જૂન 2023ના રોજ ફોરેન પોસ્ટ ઓફિસ અમદાવાદ ખાતે બે પાર્સલ અટકાવ્યા હતા. આ બે પાર્સલ નેધરલેન્ડથી આવ્યા હતા અને તેને દમણ નજીકના સ્થળે મોકલવાના હતા.

બંને પાર્સલમાંથી એમડીનો જથ્થો જપ્ત કર્યો
ડીઆરઆઇએ જપ્ત કરેલી બરણીમાં રંગબેરંગી પ્લાસ્ટિકની માળા હતી. જો કે ઢાંકણની નીચે ચાંદીના રંગનું પાઉચ ચુસ્તપણે છુપાવેલું હતું. આ પાઉચ ખોલતા નાની ગ્રે રંગની ગોળીઓ મળી આવી હતી. એક પાઉચમાં સફેદ પાવડર પણ હતો. ફોરેન્સિક સાયન્સ લેબના અધિકારીઓએ બંને શંકાસ્પદ નમૂનાઓનું પરીક્ષણ કર્યું અને બે પાઉચમાં એમડીએમએ હોવાની પુષ્ટિ કરી હતી. ડીઆરઆઈએ બંને પાર્સલમાંથી 87 ગ્રામ એમડીનો જથ્થો જપ્ત કર્યો હતો.

પાલડી ચાર રસ્તા પાસેથી 400 મિલીગ્રામ એમડી ડ્રગ્સ સાથે એક પેડલર ઝડપાયો
​​​​​​​પાલડી ચાર રસ્તા મહેંદીનવાઝ હોલ પાસે 400 મિલીગ્રામ એમડી ડ્રગ્સ સાથે પોલીસે સલમાનખાન પઠાણ (રહે. બહેરામપુરા)ને ઝડપી પાડી તેની પાસેથી 400 મિલીગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછ દરમિયાન ડ્રગ્સનો જથ્થો જાવેદ પાસેથી લીધો હતો અને ઉર્વિશ ચૌહાણને આપવાનો હોવાનું જણાવ્યું હતુ.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow