દરેક ડીલમાં પોતાના પરિવારનો ફાયદો જોતા ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો બીજો કાર્યકાળ ટ્રમ્પ પરિવાર માટે કમાણીનું સાધન બની રહ્યો છે. ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટ અનુસાર, ટ્રમ્પ સરકારે છેલ્લા એક વર્ષમાં જે-જે દેશો સાથે મોટી ડીલ કરી, તે જ દેશોમાંથી ટ્રમ્પ પરિવારનો કારોબાર પણ ઝડપથી વધ્યો.
ટ્રમ્પ જ્યારે ફરીથી વ્હાઇટ હાઉસ પહોંચ્યા, ત્યારે તેમણે પહેલા કાર્યકાળની જેમ આ વચન આપ્યું ન હતું કે તેમનો પરિવાર નવા આંતરરાષ્ટ્રીય સોદા નહીં કરે. પરંતુ, ક્યારેક ક્રિપ્ટોને છેતરપિંડી ગણાવનારા ટ્રમ્પ હવે પોતે ક્રિપ્ટોને પ્રોત્સાહન આપી રહ્યા છે. ટ્રમ્પ પરિવારનો કારોબાર હવે રિયલ એસ્ટેટથી આગળ ક્રિપ્ટો, AI, ડેટા સેન્ટર્સ સુધી ફેલાઈ ચૂક્યો છે.
આલોચકોનું કહેવું છે કે ટ્રમ્પના બીજા કાર્યકાળમાં રાષ્ટ્રપતિ પદ અમેરિકા માટે ઓછું અને પરિવાર માટે વધુ કામ કરતું દેખાઈ રહ્યું છે. એપ્રિલ 2025માં સાઉદી સમર્થિત ગોલ્ફ ટુર્નામેન્ટ દરમિયાન ટ્રમ્પે લખ્યું- ‘આ અમીર બનવાનો શાનદાર સમય છે, પહેલા કરતા પણ વધુ અમીર.’ તેઓ આ જ માર્ગે ચાલી રહ્યા છે.