દ્રવિડે ટી-20 સિરીઝમાં હારનું કારણ જણાવ્યું

દ્રવિડે ટી-20 સિરીઝમાં હારનું કારણ જણાવ્યું

હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં ભારતીય ટીમને રવિવારે વેસ્ટ ઈન્ડિઝ સામેની પાંચ મેચની ટી-20 સિરીઝની છેલ્લી મેચમાં 8 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે ભારતીય ટીમ 3-2થી સિરીઝ હારી ગઈ હતી. ભારતીય ટીમને પ્રથમ વખત વેસ્ટ ઈન્ડિઝ સાથે પાંચ કે તેથી વધુ ટી-20 મેચોની સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો છે.

સિરીઝ પૂરી થયા બાદ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે કહ્યું, 'આપણે આખી સિરીઝમાં સારી બેટિંગ કરી ન હતી. જેના કારણે આપણે હારનો સામનો કરવો પડ્યો હતો.

દ્રવિડે વધુમાં કહ્યું- 'આ સિરીઝમાં આપણે કેટલીક ભૂલો કરી છે. કેટલાક ક્ષેત્રો એવા છે જેમાં સુધારો કરવો જરૂરી છે. અમે તેને ઓળખી કાઢ્યા છે. આ સાથે તેમણે ટીમનો બચાવ પણ કર્યો અને કહ્યું કે અમે યુવા અને ઉભરતી ટીમ સાથે રમી રહ્યા હતા, તેથી આવું થાય છે.

તેમણે કહ્યું, 'ટીમે શરૂઆતની બે મેચ હાર્યા બાદ પાછી ફરી. આપણે છેલ્લી મેચમાં સારી બેટિંગ કરી ન હતી. જેના કારણે અમને સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

Read more

સૌરાષ્ટ્રના પ્રખ્યાત સળગતી ઈંઢોણીના રાસની તૈયારી શરૂ

સૌરાષ્ટ્રના પ્રખ્યાત સળગતી ઈંઢોણીના રાસની તૈયારી શરૂ

ગુજરાતના સૌથી લાંબા તહેવાર નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ખેલૈયાઓએ અત્યારથી જ ગરબાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો બીજી તરફ સૌરાષ્

By Gujaratnow
મસ્કને પછાડી ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ

મસ્કને પછાડી ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ

ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન હવે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. કંપનીના શેરમાં એક જ દિવસમાં 41% થી વધુના ઉછાળાને કારણે, તેમની કુલ સંપત્તિમા

By Gujaratnow