ડો. શાહે પૂર્વ CM રૂપાણીની હાજરીમાં ઉમેદાવારી નોંધાવી

ડો. શાહે પૂર્વ CM રૂપાણીની હાજરીમાં ઉમેદાવારી નોંધાવી

વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં ભાજપ કોને ઉતારશે, કોણ કપાશે, પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની બેઠક પર કોની પસંદગી થશે, તેવી અનેક અટકળો વચ્ચે ગુરુવારે ભાજપે યાદી જાહેર કરતાં જ રાજકોટના રાજકારણમાં અપસેટ સર્જાયો હતો, રાજકોટના ઇતિહાસમાં ભાજપે પ્રથમ વખત ચારેય બેઠક પર ગત ચૂંટણીના સંદર્ભમાં ચારેય નવા ચહેરાની પસંદગી કરી હતી. વિધાનસભા 68માં ઉદય કાનગડ, 69માં દર્શિતાબેન શાહ, 70માં રમેશ ટીલાળા અને 71માં ભાનુબેન બાબરિયાના નામની જાહેરાત કરવામાં આવી હતી.

આ ચારેય ઉમેદવાર આજે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા.એ સમયે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ભાજપને કાર્યકરોને ઉત્સાહિત કરવા સભા સંબોધી હતી.જે બાદ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી.આ ઉપરાંત ડો.દર્શિતા શાહએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યસભા સાંસદની હાજરીમાં ઉમેદવારી નોંધાવી હતી અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારના ઉમેદવાર ભાનુબેન બાબરીયાએ રાજકોટના મેયરની હાજરીમાં ઉમેદવારી પત્રક ભર્યું હતું.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow