ટ્રેન છૂટી જાય તો ચિંતા ન કરતા: હવે ફટાફટ સરળતાથી મેળવો તમારું રિફન્ડ, જાણો શું છે રેલવેનો નિયમ

ટ્રેનમાં મુસાફરી કરતાં લોકો હંમેશા ટિકિટ બુક કરાવીને એમ જરૂર બોલે છે કે એક કલાક પહેલા પંહોચવું પડશે નહીં તો ટ્રેન છૂટી જશે! પણ હંમેશા એવું બને છે કે કેટલીય કોશિશ કરી લઈએ કોઈને કોઈ કારણોસર મોડું થઈ જ જાય છે. એવામાં ઘણી વખત તમારી પણ ટ્રેન છૂટી હશે. જો ટ્રેન છૂટી જાય તો મગજમાં સૌથી પહેલો વિચાર એમ આવે કે મને આ ટ્રેનની ટિકિટનું રિફંડ મળશે કે નહીં? જો તમને પણ આ વાતને લઈને દુવિધા છે તો આ સમાચાર તમારા કામના છે. તો ચાલો આજે તમારી આ મૂંઝવણને દૂર કરીએ અને જણાવીએ કે ટ્રેન ચૂકી જવા પર તમને રિફંડ મળે કે નહીં.

ક્યારે આપવામાં આવે છે રિફંડ ?
જણાવી દઈએ કે જો ટ્રેન કેન્સલ થવા પર કે મિસ થવા પર ભારતીય રેલ્વે દ્વારા સરળતાથી રિફંડ મેળવી શકો છો. રિફંડ મેળવવા માટે તમારે TDR ફાઈલ કરવાની રહશે અને આ પ્રક્રિયા ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે થઈ શકે છે. જો કે આ માટે ભારતીય રેલ્વેની ઘણી શરતો છે, જેમ કે જો તમે 48 કલાકની અંદર અને તમારી ટિકિટ પર નિર્ધારિત પ્રસ્થાન સમયના 12 કલાક પહેલા તમારી ટિકિટ કેન્સલ કરો છો, તો તમારી ટિકિટની કિંમતમાંથી 25% સુધી પૈસા કાપવામાં આવશે અને જો તમે ટ્રેનના નિર્ધારિત પ્રસ્થાનના સમયના 4 કલાક પહેલાં અને 12 કલાક વચ્ચે તમારી ટિકિટ કેન્સલ કરો છો તો તમારી ટિકિટમાંથી 50% કિંમત કાપવામાં આવે છે.
ટ્રેન છૂટવા પર શું છે રિફંડનો નિયમ ?
જણાવી દઈએ કે ટ્રેન છૂટવા પર રિફંડ મેળવવા માટે પહેલા તમારા ID સાથે IRCTC એકાઉન્ટમાં લોગિન કરવું પડશે અને પછી PNR માટે TDR ભરવા માટે બુક કરેલી ટિકિટ હિસ્ટ્રી પર ક્લિક કરવું પડશે. એ પછી ફાઇલ TDR પર ક્લિક કરો અને TDR રિફંડ કરવા માંગો છો, તો ટિકિટની વિગતો ભરીને TDR રિફંડનું કારણ પસંદ કરી તેને સબમિટ કરો.
પૈસા રિફંડ થવાનું સ્ટેટ્સ
જણાવી દઈએ કે તેમાં તમારે રિફંડનું કારણ લખવું પડશે અને પછી સબમિટ કરવું પડશે. TDR ફાઇલ કરવા માટે કન્ફર્મેશન આપી OK બટન પર ક્લિક કરવાનું રહેશે. આ પછી, તમને પૈસા ક્યારે રિફંડ થશે એ સ્ટેટ્સ પરથી ચેક કરી શકાય છે.

ફોર્મ ધ્યાનથી ભરો
આ માટે ટ્રેન છૂટવાનું સાચું કારણ જણાવવું પડશે જો ખોટી માહિતી શેર કરી તો તમારી સામે કાર્યવાહી થઈ શકે છે. આ રીતે ટ્રેન ઉપડવાના 2 કલાક પછી ટિકિટ રિફંડ મેળવી શકો છો. તમે રિઝર્વેશન ઓફિસમાં જઈને રિફંડ મેળવી શકશો.
જો તમે ટ્રેન છૂટ્યા પછી તે જ ટિકિટ પર બીજી ટ્રેનમાં મુસાફરી કરો છો તો TTE તમારી પાસેથી દંડ વસૂલ કરી શકે છે અને આ સાથે રેલવે કાયદાકીય કાર્યવાહી પણ કરી શકે છે.