મોંઘા સ્માર્ટફોનમાં પૈસા બરબાદ ના કરો! આ 5 ફિચર્સ ફોનને બનાવે છે બેસ્ટ, જાણો ડિટેલ્સ

5000mAhની બેટરી ઓછામાં ઓછી 5000 mAh બેટરી ધરાવતો સ્માર્ટફોન જ ખરીદો કારણ કે તમારે ફોનને વારંવાર ચાર્જ કરવાની જરૂર નહીં પડે. 5000 એમએએચની બેટરી એકથી બે દિવસ સુધી સરળતાથી ચાલે છે.

50 મેગાપિક્સલ કેમેરાજો તમે સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો ઓછામાં ઓછા 50 મેગાપિક્સલ કેમેરાવાળો સ્માર્ટફોન લો. આનાથી તમે બેસ્ટ ફોટોગ્રાફી કરી શકશો. આના કરતા ઓછા MP ધરાવતો કેમેરા તમને ફોટોગ્રાફીનો સારો એક્સપીરિયન્સ આપી શકશે નહીં.
રિફ્રેશ રેટ જો તમે પણ સસ્તો સ્માર્ટફોન ખરીદો છો અને તેમાં ઓછામાં ઓછો 90 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ આપવામાં આવ્યો છે, તો સસ્તા સ્માર્ટફોનમાં પણ તમને મોંઘા સ્માર્ટફોનની અનુભૂતિ થશે. મહત્વનું છે કે જ્યારે રિફ્રેશ રેટ ઓછો હોય ત્યારે સ્માર્ટફોન હેંગ થઈ જાય છે.
HD પ્લસ ડિસ્પ્લે સ્માર્ટફોન ખરીદતી વખતે ઓછામાં ઓછા HD પ્લસ ડિસ્પ્લે સાથેનો સ્માર્ટફોન ખરીદો, કારણ કે આ ડિસ્પ્લે ખૂબ જ બ્રાઈટ હોય છે. જ્યારે તમે LCD ડિસ્પ્લે સાથે સ્માર્ટફોન ખરીદો છો, તો તમને વિઝ્યુએલ એક્સપીરિયન્સ ખૂબ જ ડલ મળશે.

પ્રેસોસર
હંમેશા એવું પ્રોસેસર પસંદ કરો જે ગેમિંગની દ્રષ્ટિએ વધુ સારું હોય. સ્માર્ટફોન ખરીદતી વખતે પ્રોસેસર પર ખાસ ધ્યાન આપવું જોઈએ કારણ કે તે તમને સ્મૂધ એક્સપીરિયન્સ આપે છે.