દાડમના છોતરાને ફેંકો નહીં બનાવો આ ડ્રિંક, સ્કિન પર તરત દેખાશે ફરક

દાડમના છોતરાને ફેંકો નહીં બનાવો આ ડ્રિંક, સ્કિન પર તરત દેખાશે ફરક

ચહેરાની સુંદરતા જાળવવા લોકો શું નથી કરતા? ક્લીનઅપ, મસાજ, ફેશિયલ. આ તમામ બ્યુટી ટ્રીટમેન્ટ તમારા ચહેરાને તાજગી આપે છે. પરંતુ આ તમામ ઉપચારની ચમક ચહેરા પર 15 થી 20 દિવસ સુધી જ રહે છે. જ્યારે તમે પોષક તત્વોથી ભરપૂર ખોરાક ખાશો તો તમારા ચહેરા પર હંમેશા ચમક જળવાઈ રહેશે.

જો કે પોષક તત્વોથી ભરપૂર એવા ઘણા ખોરાક છે. પરંતુ આજે આપણે તેમાંથી એક વિશે વાત કરીશું. તેમાંથી એક છે દાડમની છાલ. આ છાલથી તમે ઘણી રીતે પીણાં બનાવી શકો છો.

દાડમની છાલનું ડ્રિંક બનાવવા સામગ્રી?
આ પીણું બનાવવા માટે તમારે 01 દાડમ, 5 થી 7 તુલસીના પાન, 10-15 ફુદીનાના પાન, 2 થી 3 ઓરેન્જના ટુકડા, 1 ગ્લાસ ગરમ પાણી અને 01 ચમચી મધ.

દાડમની છાલની ડ્રિંક બનાવવાની રીત

  • આ ડ્રિંક બનાવવા માટે દાડમને સારી રીતે ધોઈ લો. પછી તેના દાણા કાઢી લો. તેની છાલને એક અલગ બાઉલમાં રાખો.
  • હવે દાડમના દાણા, તુલસીના પાન અને ફુદીનાને ક્રશ કરી સારી રીતે પીસી લો. હવે તેમાં દાડમની છાલ નાખો.
  • હવે તેમાં ગરમ ​​પાણી અને ઓરેન્જના ટુકડા અને મધ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો, ત્યાર બાદ તેનું સેવન કરો. જો તમે આ ડ્રિંક દરરોજ પીશો તો તમારા શરીરને ખૂબ ફાયદો થશે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow