ભાત બનાવ્યા પછી વધેલું પાણી ફેંકતા નહીં: ગ્લોઈંગ સ્કીનથી લઈ BP-વજન ઘટાડવામાં કરે છે મદદ

ભાત બનાવ્યા પછી વધેલું પાણી ફેંકતા નહીં: ગ્લોઈંગ સ્કીનથી લઈ BP-વજન ઘટાડવામાં કરે છે મદદ

ભાતનું ઓસામણ એટલે કે ભાત બનાવ્યા બાદ વધેલું પાણી લોકો ફેંકી દેતા હશે, પરંતુ તે આપણા આરોગ્ય માટે કોઈ રામબાણ ઇલાજથી કમ નથી. ભાતનું આ ઓસામણ જરૂરી પોષકતત્ત્વોથી ભરપૂર હોય છે, તેના સેવનથી વજન ઘટે છે અને બ્લડપ્રેશર પણ કંટ્રોલમાં રહે છે.  

આજના સમયમાં મોટા ભાગનાં ઘરમાં ભાત બનાવવા માટે પ્રેશર કૂકર અથવા તો ઈલેક્ટ્રિક કૂકરનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ પહેલાંના જમાનામાં લોકો ખુલ્લાં અને ઊંડાણવાળાં વાસણોમાં ભાત બનાવતા હતા.

શરીરની એનર્જી ગજબ રીતે વધારશે
ભાતનું આ ઓસામણ પીવાથી શરીરને ગજબ ઊર્જા મળે છે. આ પ્રવાહીમાં ભરપૂર માત્રામાં વિટામિન્સ રહેલાં હોય છે, તેમાં વિટા‌મિન-બી, સી, ઈ અને અન્ય ખ‌નીજ પદાર્થ પણ વિપુલ પ્રમાણમાં હોય છે,  

જે તમારો થાક ઘટાડવામાં મદદ કરે છે. કાર્બોહાઇડ્રેટથી ભરપૂર ભાતનું ઓસામણ પીવાથી શરીરમાં દિવસભર ઊર્જા રહે છે. આ માટે સવારે એક ગ્લાસ ભાતનું ઓસામણ જરૂર પીઓ. તમે ઇચ્છો તો તેમાં મધ ભેળવીને પી શકો છો.  

વાઇરલ ઇન્ફેક્શન કે તાવમાં ફાયદાકારક
જો તમને શિયાળાની આ કડકડતી ઠંડીમાં ‌સિઝનલ ઈન્ફેક્શન થઈ ગયું હોય કે પછી વાઈરલ તાવ આવતો હોય તો એવા સંજોગોમાં ભાતનું ઓસામણ પીવાથી શરીરમાં પાણીની ઊણપ નથી સર્જાતી,  

સાથે જ શરીરને પૂરતાં પોષકતત્ત્વો પણ મળે છે. આ કારણે વાઈરલ કે તાવ જલદી મટી જાય છે. વાઇરલ ઇન્ફેક્શન કે તાવ હોય તો એક ગ્લાસ ભાતના ઓસામણમાં મરી નાખી પીઓ, તેનાથી રિકવરી જલદી થશે.

ગ્લોઇંગ ‌સ્કિન
રોજ તેના સેવનથી તમારી ત્વચા ગ્લોઇંગ બને છે. તમે ઇચ્છો તો ભાતના ઓસામણથી ચહેરો પણ ધોઈ શકો છો, તેનાથી પિંપલ્સ, કરચલી, ડાઘ-ધબ્બા જેવી સમસ્યા દૂર થાય છે. આ પાણીથી વાળ ધોવાથી હેર ફોલ પણ ઘટે છે.  

જો તમારા ચહેરા પર ડાઘ-ધબ્બા હોય તો તેમાં ભાતનું ઓસામણ ખૂબ જ અસરકારક છે. આ સાથે જ તે વાળની ચમક વધારે છે અને તેને તૂટતા બચાવે છે. ઓસામણના આ પાણીને તમે શેમ્પૂ કર્યા બાદ કન્ડિશનરની જેમ યુઝ કરી શકો છો.

વજન ઘટાડે
ભાતનું ઓસામણ પીવાથી મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે, સાથે તે ફાઇબરથી ભરપૂર હોવાના કારણે ભૂખ પર પણ કંટ્રોલ થાય છે અને વજન ઘટાડવામાં પણ મદદ મળે છે.  

સારી પાચનક્રિયા પણ આપશે. ભાતનું ઓસામણ પીવાથી પેટના બેક્ટેરિયા એક્ટિવ રહે છે, તેનાથી પાચનક્રિયા યોગ્ય રહે છે, સાથે તેમાં લીંબુનો રસ ભેળવી પીવાથી કબજિયાતની સમસ્યા પણ દૂર થાય છે.

શરીરમાં પાણીની ઓછપ પૂર્ણ કરશે
તેનાથી શરીરને જરૂરી તમામ પોષકતત્ત્વો તો મળે જ છે, પરંતુ તે શરીરમાં ક્યારેય પાણીની કમી ઉત્પન્ન થવા દેતું નથી. તમે ઇચ્છો તો તેમાં છાશ મેળવી પણ પી શકો છો. બ્લડપ્રેશરને પણ કાબૂમાં કરે છે.  

બ્લડપ્રેશરને કંટ્રોલ કરવા માટે રોજ એક ગ્લાસ ભાતનું ઓસામણ પીઓ, તેમાં સોડિયમ હોય છે, જે હાઇ બીપી અને હાઇપરટેન્શનમાં ફાયદાકારક છે.  

એટલું જ નહીં અડધો ગ્લાસ ભાતનું ઓસામણ પીવાથી હાડકાં મજબૂત થાય છે, સાથે-સાથે વૃદ્ધાવસ્થામાં સાંધાનો દુખાવો થતો નથી.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow