શિયાળામાં ગોળ ખાવા વડીલો ટકોર કરે તો ઈનકાર ન કરશો! ફાયદા જાણીને ચકિત રહી જશો

શિયાળામાં ગોળ ખાવા વડીલો ટકોર કરે તો ઈનકાર ન કરશો! ફાયદા જાણીને ચકિત રહી જશો

પહેલાના જમાનામાં લોકો ખાંડના બદલે ગોળનો ઉપયોગ કરતા ત્યારે હાલ પણ વડીલ લોકો ઘરના સભ્યોને ગોળ ખાવાની સલાહ આપતા હોય છે. હાલ ગળપણ માટે ખાંડ અને ગોળ આ બન્ને વપરાય છે.  હવે હેલ્થ-કૉન્શિયસ લોકો ખાંડનો ઉપયોગ ટાળીને એની જગ્યાએ ગોળ વાપરવાનો જ આગ્રહ રાખતા થઈ ગયા છે. આ બદલાવ ઘણો જ સારો છે એ આપણા વડીલો શીરામાં, ચિક્કીમાં અને અન્ય દરેક મીઠાઈમાં ગોળનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરતા હતા, એ સમયે ખાંડ નહીંવત વપરાતી. તેઓ નીરોગી હતા અને હિમોગ્લોબિનની કમી ભાગ્યે જ કોઈમાં જોવા મળતી.

ગોળના પ્રકાર
ગોળ તો બહુ સારો એવું માનતાં પહેલાં બજારમાં મળતા ગોળ અને એના પ્રકાર જાણી લેવા જરૂરી છે. બજારમાં બે પ્રકારના ગોળ ઉપલબ્ધ છે; શુદ્ધ દેખાતો આછા પીળા રંગનો ગોળ અને બીજો એકદમ ઘેરા ચૉકલેટી રંગ જેવો ગોળ. બન્નેના સ્વાદમાં પણ તફાવત હોય છે. ઘેરા રંગનો પ્રાકૃતિક, ઑર્ગેનિક અથવા દેશી ગોળ તરીકે ઓળખાતો આ ગોળ થોડો મોળો અને ખારાશવાળો હોય છે જ્યારે પીળા ગોળમાં ગળપણ વધુ હોય છે, તેથી આ નૉન-ઑર્ગેનિક છે.

પેટ માટે ફાયદાકારક
ગોળ ખાવાથી પેટની બીમારીઓ થતી નથી. જેમને ગેસ અથવા એસિડિટીની સમસ્યા હોય તેમને ગોળ ખાવો જ જોઈએ.સવારે ઉઠ્યા પછી ખાલી પેટે ગોળ ખાવાથી પાચન શક્તિ સારી રહે છે અને ભૂખ પણ વધે છે.

શરદી-ઉધરસ
જે વ્યક્તિને રેગ્યુલર શરદી-ઉધરસની તકલીફ હોય તેઓએ ગોળનું સેવન કરવું જોઈએ. ગોળમાં રહેલ ગુણકારી તત્વ શરદી-ઉધરસ ભગાડવામાં ખૂબ અસરદાર છે. શરદી અને કફ હોય તો કાળા મરી અને આદુ સાથે ગોળ ખાવો જોઈએ. ઉધરસ હોય તો ગોળને આદુ સાથે ગરમ કરીને ખાવાથી ગળાની ખરાશ અને બળતરા દૂર થાય છે.

સાંધાનો દુખાવો
ઘણા લોકોને સાંધાનો દુખાવો હોય છે અને આ પીડાને કારણે ઊભા થવામાં અને બેસવામાં ઘણી મુશ્કેલી પડેછે. જો તમે સાંધામાં દુખાવાથી પરેશાન છો તો તમારે દરરોજ ગોળ, દૂધ અને આદુનો ઉપયોગ કરવો જોઈએ. ફક્ત ગોળને પીસો અને તેમાં આદુ ભેળવો અને પછી તેને ખાવું.

હાડકાંની શક્તિ વધારે
કેલ્શિયમ અને ફોસ્ફરસ ગોળમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. તેથી તે હાડકાંને મજબૂત કરવા માટે ખૂબ અસરકારક છે.

ત્વચામાં ગ્લો થશે
ગોળ અને દૂધ એક સાથે લેવાથી ચામડી પર ખુબજ મોટી અસર પડે છે. ત્વચા નરમ થઈ જાય છે, તેનાથી નીખાર આવે છે અને ખીલની સમસ્યા પણ સમાપ્ત થાય છે.

મગજ સક્રિય
શેરડી માથી તૈયાર કરવામાં આવતા પ્યોર ગોળ નું જો રોજ સવારે નાસ્તો કર્યા વગર સેવન કરવામાં આવે તો તેનો ખૂબ મોટો ફાયદો થાઈ છે. તે “માઈગ્રેનમાં” ખૂબ જ અસરકારક છે. નિયમિત ગોળ ખાવાથી તમારૂ મગજ સ્વસ્થ રહેશે અને યાદ શક્તિ વધશે.

લોહીની અછત દૂર થશે
ગોળમાં લોહ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. ગોળ હિમોગ્લોબિનની ઉણપને દૂર કરે છે. ગોળનું સેવન કરવાથી શરીરમાં લાલ રક્તકણોની માત્રા વધે છે અને એનિમિયા મટે છે.

બ્લડ પ્રેશરમાં રાહત
જો કોઈને બ્લડપ્રેશરની સમસ્યા છે, તો ગોળ એ રામબાણ ઉપચાર છે. ગોળનું સેવન કરવાથી બ્લડ પ્રેશર પણ નિયંત્રિત થાય છે.

અસ્થમા
અસ્થમાથી પીડાતા લોકો માટે ગોળ અને દૂધનું સેવન ખુબજ ફાયદાકારક છે. આવા લોકોએ માત્ર ગોળ અને કાળા તલના લાડવા ખાવા જોઈએ અને તેને ખાધા પછી ઉપરથી એક ગ્લાસ ગરમ દૂધ પીવું જોઈએ.

માસિકમાં દુખાવો
પીરીયડ્સ દરમિયાન ફક્ત ગરમ દૂધમાં ગોળ ઉમેરો અને પછી દૂધ પીવાથી પીડા સંપૂર્ણપણે દૂર થશે. એવુ જરૂરી નથી કે તમે આ પીરીયડ દરમિયાન જ પીવો જો તમે ઈચ્છો છો, તો તમે આ દૂધનો રોજે ઉપયોગ કરી શકો છો જેથી તમારા શરીરમાં કોઈ નબળાઇ ન આવે.

Read more

ગડકરીએ કહ્યું- મારું મગજ ₹200 કરોડ પ્રતિ મહિનાનું

ગડકરીએ કહ્યું- મારું મગજ ₹200 કરોડ પ્રતિ મહિનાનું

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ શનિવારે નાગપુરમાં એક કાર્યક્રમમાં પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવાની ટીકાનો જવાબ આપ્

By Gujaratnow
એશિયા કપમાં ભારતની PAK પર સર્જિકલ સ્ટ્રાઈક

એશિયા કપમાં ભારતની PAK પર સર્જિકલ સ્ટ્રાઈક

એશિયા કપની છઠ્ઠી મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું. ટીમે 16મી ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 128 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટે

By Gujaratnow
નેપાળ બાદ હવે લંડનમાં પ્રદર્શન, 1 લાખ લોકો જોડાયાં

નેપાળ બાદ હવે લંડનમાં પ્રદર્શન, 1 લાખ લોકો જોડાયાં

શનિવારે સેન્ટ્રલ લંડનમાં 1 લાખથી વધુ લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શનને 'યુનાઇટ ધ કિંગડમ' નામ આપવામાં આવ્યું હતું, જેનું ને

By Gujaratnow