શિવલિંગ પર ભૂલથી પણ અર્પણ ના કરો આ વસ્તુઓ, જુઓ કેવી રીતે કરવી જોઇએ ભગવાનની પૂજા

શિવલિંગ પર ભૂલથી પણ અર્પણ ના કરો આ વસ્તુઓ, જુઓ કેવી રીતે કરવી જોઇએ ભગવાનની પૂજા

શિવલિંગ પર પૂજા કરતી વખતે આ બાબતોનુ રાખો ધ્યાન

ભગવાન શિવને દેવોના દેવ કહેવામાં આવે છે. લોકો શિવજીને પ્રસન્ન કરવા માટે અલગ-અલગ ઉપાય કરે છે. એવુ કહેવામાં આવે છે કે ભોળાનાથ પોતાના નામની જેમ જ ભોળા છે અને ભક્તોથી સરળતાથી ખુશ થાય છે. પરંતુ શિવજીની પૂજામાં કોઈ કમી રહી તો તેઓ રૌદ્ર સ્વરૂપ પણ ધારણ કરે છે. જો તમે ઘરે શિવલિંગ રાખો છો તો પૂજા કરતી સમયે અમુક નિયમોનુ પાલન અવશ્ય કરો.

ભૂલથી પણ ન ચઢાવતા આ વસ્તુઓ

ઘરમાં શિવલિંગ છે તો દરરોજ વિધિ-વિધાનપૂર્વક પૂજા કરો.
જો તમે નિયમિત રીતે પૂજા કરી શકતા નથી તો ઘરમાં શિવલિંગ ના રાખો.
શિવલિંગમાં કેતકીના ફૂલ, તુલસીના પાન, તુલસીનો છોડ ના ચઢાવવો જોઈએ.
શિવલિંગમાં ચંદન લગાવવુ જોઈએ. તેમાં હળદર-કુમકુમ પણ ના લગાવવુ જોઈએ.
ઘરમાં શિવલિંગ નાનુ હોવુ જોઈએ.

આ રીતે કરો શિવલિંગની પૂજા

શિવલિંગની પૂજા કરતા પહેલા આચમન ગ્રહણ કરવુ જોઈએ.
પછી શિવલિંગ પર અભિષેક કરવો જોઈએ.
શિવલિંગમાં પછી ચંદનનો લેપ લગાવો.
આ સાથે શિવલિંગમાં બિલિપત્ર ચઢાવો.
પછી નમ: શિવાયનો જાપ કરો.
ત્યારબાદ શિવજીની આરતી કરો.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow