શિયાળામાં વેક્સિંગ કરાવતા સમયે આ ન ભૂલ ન કરો, આવો જાણીએ વેક્સ કરવાની સાચી રીત

શિયાળામાં વેક્સિંગ કરાવતા સમયે આ ન ભૂલ ન કરો, આવો જાણીએ વેક્સ કરવાની સાચી રીત

શિયાળામાં સ્કિન રુક્ષ અને ખરબચડી થઇ જાય છે. તેથી આ ઋતુમાં વેક્સિંગ કરતા સમયે અમુક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે. ઘણી મહિલાઓ શિયાળામાં વેક્સિંગ નથી કરાવતી પરંતુ આ કરવું બરાબર નથી. શિયાળામાં વેક્સિંગની સાચી રીત બતાવી રહ્યા છે બ્યૂટી એક્સપર્ટ શહનાઝ હુસૈન. આપણી આજુબાજુ ઘણી મહિલાઓ એવું વિચારે છે કે, શિયાળામાં વેક્સ કરાવવાની કોઇ જરૂર હોતી નથી. આ પાછળનું એવુ્ં કારણ જણાવે છેકે, હાથ અને પગના વાળ શરીરને ગરમી આપે છે. પરંતુ આ સાચું નથી. દરેક ઋતુની જેમ શિયાળામા પણ વેક્સ કરાવવું જોઇએ.

‌                                                           ‌    શા માટે વેક્સિંગ બેસ્ટ માનવામાં આવે છે

‌‌વેક્સિંગ એ શરીરમાંથી વાળ દૂર કરવાની સૌથી લોકપ્રિય પ્રોસેસ છે. હાથ, પગ, અંડરઆર્મ્સ તો પીઠના વાળ પણ વેક્સિંગથી સરળતાથી દૂર કરી શકાય છે. વેક્સિંગ પછી ત્વચા નરમ થઇ જાય છે. વેક્સિંગથી લાંબા સમય સુધી અનિચ્છનીય વાળથી છુટકારો મેળવે છે તેથી મોટાભાગની સ્ત્રીઓ વાળ દૂર કરવા માટે ઉપાય કરે છે.

વેક્સિંગ કરવાથી વાળ મૂળમાંથી દૂર થઇ જાય છે અને સમય જતાં વાળનો ગ્રોથ ધીમે-ધીમે ઘટવા લાગે છે. સતત વેક્સિંગ કરવાથી તેના સેશન વચ્ચેનું અંતર વધવા લાગે છે. આ એટલા માટે છે કારણ કે વેક્સિંગથી વાળનો ગ્રોથ ઓછો થાય છે અને જે વાળ નવા આવે છે તે પણ સોફ્ટ આવે છે.

શિયાળામાં વેક્સિંગ જરૂરી‌‌

કહેવામાં આવે છે કે, વેક્સિંગ માટે બેસ્ટ સમય શિયાળાનો છે કારણ કે તેનું પરિણામ લાંબા સમય સુધી રહે છે. શિયાળામાં વાળ ધીરે-ધીરે વધે છે. જો તમે શિયાળામાં વેક્સિંગ કરવાનું બંધ કરી દો છો તો વાળ લાંબા થઇ જાય છે અને લાંબા વાળનું વેક્સિંગ કરવામાં આવે તો દુખાવો વધારે થશે. તેથી, શિયાળામાં વેક્સિંગ કરાવો. તમે જેટલી વહેલી તકે વેક્સ કરાવશો તેટલો જ દુખાવો ઓછો થશે. શિયાળામાં તમે ચાર અઠવાડિયા પછી વેક્સ કરી શકો છો.

શિયાળામાં, કેટલાક લોકો વેક્સિંગથી બચવા માટે શેવ કરે છે, પરંતુ જેના કારણે વાળ ઝડપથી ઉગે છે અને વાળ પણ હાર્ડ આવે છે. વેક્સિંગથી વાળ ત્વચામાંથી દૂર થાય છે અને નરમ પાડે છે અને ટેનિંગ પણ બરાબર રહે છે.

લીંબુ અને ખાંડનું વેક્સ

‌‌પોતાની જાતે વેક્સ કરવાની બદલે તમે બ્યુટી સલૂનમાં પણ વેક્સિંગ કરાવી શકો છો. મોટાભાગના બ્યુટી સલુન્સમાં વેક્સ તૈયાર કરવા માટે લીંબુ અને ખાંડના મિશ્રણનો ઉપયોગ કરે છે. આ કુદરતી વસ્તુઓ વાળ દૂર કરતી ક્રિમમાં રહેલા રસાયણો કરતાં વધુ સુરક્ષિત છે. ખાંડ અને લીંબુ બંનેમાં એક્સ્ફોલિયેટિંગ ગુણધર્મો છે જે મૃત કોષોને દૂર કરીને ત્વચાને નરમ પાડે છે. હાથ અને પગ ત્વચામાંથી ટેનને દૂર કરવામાં પણ મદદ કરી શકે છે. તેથી વેક્સિંગ પછીની ત્વચા ચમકદાર લાગે છે.‌

માર્કેટમાં વેક્સ મળે‌‌

આજકાલ, વિવિધ પ્રકારના વેક્સ બજારમાં મળે છે જે શિયાળા દરમિયાન ત્વચામાં મદદ કરે છે, જેમ કે લિપોસોલબલ વેક્સ, જેમાં કુદરતી ઘટકો હોય છે, જેમ કે વનસ્પતિ તેલ, જે ત્વચાને પોષણ અને ભેજયુક્ત રાખે છે. નરમ, ક્રીમી ટેક્સચરને કારણે સરળ રીતે ફેલાઇ જાય છે. આ વેક્સનો ઉપયોગ ત્વચાને નરમ પાડે છે. તે તન અને મૃત કોષોને દૂર કરવામાં પણ મદદ કરે છે. ત્વચાને નરમ અને ચમકદાર રાખે છે.‌

હવે ચોકલેટ વેક્સ પણ મળવાનું શરૂ થઈ રહ્યું છે, જે ત્વચા માટે પણ ફાયદાકારક છે. સારા પરિણામ માટે વેક્સને વાળની વધવાની દિશામાં લગાવવામાં આવે છે, જ્યારે પટ્ટાને વિરૂધ્ધ દિશામાં ખેંચવામાં આવે છે.‌

વેક્સિંગ કરતી વખતે આ ભૂલને ટાળો

  • જો વેક્સિંગ પછી તમારી ત્વચા પર ફોલ્લીઓ થવાની સંભાવના હોય , તો તમે એસ્ટ્રિજન્ટ લોશન લગાવી શકો છો.
  • શિયાળામાં વેક્સિંગ પછી એલોવેરા જેલ લગાવો. એલોવેરા એક શક્તિશાળી મોઇશ્ચરાઇઝર છે, જે ત્વચાને સોફ્ડ રાખે છે. તેમાં ઝીંક પણ હોય છે.
  • શિયાળામાં જ્યારે આપણે તડકામાં બેસીએ છીએ, ત્યારે ત્વચા વધુ કાળી થઈ જાય છે, તેથી વેક્સિંગ પછી તરત જ ત્વચાને સૂર્યમાં ખુલ્લા કરો.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow