પૂજા બાદ વધેલી સામગ્રીને ફેંકવાની ભૂલ ના કરતા, બની જશો પાપમાં ભાગીદાર, જાણો તેનો કેવી રીતે ઉપયોગ કરવો

પૂજા બાદ વધેલી સામગ્રીને ફેંકવાની ભૂલ ના કરતા, બની જશો પાપમાં ભાગીદાર, જાણો તેનો કેવી રીતે ઉપયોગ કરવો

હિંદૂ ધર્મમાં પૂજા-પાઠમાં ઉપયોગમાં લેવામાં આવતી સામગ્રીનું ખાસ મહત્વ હોય છે. પૂજામાં કંકુ, અક્ષત, ફળ, ફૂલ, નારિયેળ અથવા લવિંગનું પોતાનું અલગ મહત્વ છે. આ પૂજા સામગ્રી વગર કોઈ પણ પૂજા-પાઠ કે હવન અધુરૂ માનવામાં આવે છે.

‌‌‌‌મોટાભાગે પૂજા બાદ થોડી સામગ્રી વધે છે. સામાન્ય રીતે લોકો વધેલી પૂજા સામગ્રી કે મંદિરમાં મુકે છે અથવા જળમાં પ્રવાહિત કરી દે છે. જ્યોતિષો અનુસાર વધેલી સામગ્રીનો ઉપયોગ જીવનમાં સુખ-સમુદ્ધિ લાવવા માટે કરવામાં આવે છે.

વધેલી પૂજા સામગ્રીનો આ રીતે કરો ઉપયોગ

  • આ પૂજા પાઠમાં કંકુનો ઉપયોગ કરવામાં આવે છે. જો પૂજા બાદ કંકુ વધે તો તેને ઘરની સુહાગન મહિલાઓ તેને પોતાના માંગમાં લગાવી શકે છે. એવું કરવાથી તેમને અખંડ સૌભાગ્યના આશીર્વાદ પ્રાપ્ત થશે. ઘરમાં કોઈ નવી વસ્તુ ખરીદીને લાવી રહ્યા છો તો તેનું પૂજન પણ બચેલા કંકુથી કરવું શુભ માનવામાં આવે છે.
  • પૂજા બાદ જો ફૂલ વધે તો તેને આમ તેમ ન ફેંકો. આ અશુભ માનવામાં આવે છે. પૂજાના બચેલા ફૂલોને એક માળામાં પીરોવીને તેને ઘરના મુખ્ય દ્વાર પર બાંધી દો. જ્યારે આ ફૂલ સંપૂર્ણ રીતે સુકાઈ જાય તો તેને પોતાના ઘરમાં કોઈ કુંડામાં મુકી દો. તેનાથી નવા છોડ ઉગી શકશે.
  • પૂજાની થાળીમાં જો ચોખા વધે તો તેને ઘરમાં રોજ ઉપયોગમાં લેવાતા ઘઉં કે ચોખામાં મિક્ષ કરી દો. આમ કરવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ બની રહે છે અને ઘરમાં બરકત બની રહે છે.
  • પૂજા પાઠમાં સોપારીનું ખૂબ મહત્વ હોય છે. પૂજા વખતે મોટાભાગે પાનના પત્તા અથવા સોપારી રાખવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પૂજા પુરૂ થયા બાદ આ સુપારીને એક લાલ કપડામાં બાંધીને તિજોરીમાં મુકી દો. આમ કરવાથી ઘરમાં ક્યારેય પણ ધનની કમી નહીં થાય.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow