વારંવાર આવતી ખંજવાળને નજરઅંદાજ કરવાની ભૂલ ન કરતાં! હોઈ શકે છે જીવલેણ બીમારી, સારવાર જરૂરી

વારંવાર આવતી ખંજવાળને નજરઅંદાજ કરવાની ભૂલ ન કરતાં! હોઈ શકે છે જીવલેણ બીમારી, સારવાર જરૂરી

પેનક્રિયાસના કોષ જ્યારે અનિયંત્રિત રીતે વધીને ટ્યૂમર બનાવી દે છે જે બાદમાં કેન્સરનું રૂપ ધારણ કરે છે. આ કોષો આખા શરીરમાં ફેલાઈ જાય છે અને વ્યક્તિનો જીવ પણ જઈ શકે છે. સ્વાદુપિંડના કેન્સરના લક્ષણ દરેક વ્યક્તિમાં અલગ અલગ હોઈ શકે છે.

જોકે અમુક સામાન્ય લક્ષણોમાં પેટ-પીઠમાં દુખાવો, ભૂખની કમી અથવા અચાનક કારણ વગર વજન ઓછુ થવું, કમળો, યુરીનનો રંગ ઘાટો થવો, લોહીની ગાંઢો જમા થવી અને થાક લાગવો સામેલ છે. પરંતુ તેનું એક કારણ ત્વચામાં ખંજવાડ પણ છે જે આ બીમારીના ભયંકર રૂપ લેવા પર દેખાય છે.

સ્વાદુપિંડ શરીરનું ખૂબ જ જરૂરી અંગોમાંથી એક છે. તમારા શરીરના સ્વસ્થ્ય થવા માટે તેનું સ્વસ્થ્ય રહેવું પણ ખૂબ જ જરૂરી છે. પૈનક્રિયા પેટની પાસે સ્થિત એક અંગ હોય છે જે ભોજનને પચાવવામાં મદદ કરે છે. આ બ્લડ શુગરના સ્તરને કંટ્રોલ કરવામાં પણ કામ કરે છે. જો તેમાં કોઈ પમ પરેશાની થાય છે તો તમારા શરીરનું સિસ્ટમ ખરાબ થઈ જાય છે.‌

ખંજવાળને ગંભીરતાથી લો
પિત્તમાં મળી આવતું બિલરૂબિન નામનું કેમિકલ કમળાનું કારણ બને છે. જ્યારે લિવર બિલરૂબિનને સારી રીતે પ્રોસેસ નથી કરી શકતું તો તે અનિયંત્રિત થઈ જાય છે અને તેનાથી ત્વચા અને આંખોમાં પીળાશ આવવા લાગે છે.

પિત્ત નળી જ પિત્તને લિવરથી નાના આંતરડામાં લઈ જાય છે. સ્વાદુપિંડનું ટ્યુમર લિવરને પિત્તમાં રિલીઝ કરવાથી રોકે છે. માટે બિલરૂબિન વધવા લાગે છે. કમળો એક એવી બિમારી છે જે સ્વાદુપિંડના કેન્સર વાળા લોકોને પ્રભાવિત કરી શકે છે અને આ સ્થિતિમાં ગંભીર ખંજવાડ આવવા લાગે છે.

લાંબા સમય સુધી ખંજવાડ આવે તો ના કરો નજરઅંદાજ
ખંજવાળને મોટાભાગના લોકો નજરઅંદાજ કરી દે છે કારણ કે આ સ્વાદુપિંડના કેન્સરના સામાન્ય લક્ષણ નથી પરંતુ જો વઘારે ઝડપી અને લાંબા સમયથી ખંજવાડ આવી રહી છે તો તે સ્વાદુપિંડ કેન્સનો સંકેત હોઈ શકે છે જેમાં આગળ જઈને રોગીની ત્વચાના રંગમાં ફેરફાર પણ થવા લાગે છે.

સ્વાદુપિંડમાં ટ્યુમરનું શું છે કારણ?
વૈજ્ઞાનિક અને સંશોધક સ્વાદુપિંડના કેન્સરના પાછળના મુખ્ય કારણોમાંથી નિશ્ચિત નથી પરંતુ અમુક સામાન્ય કારણ છે જે સ્વાદુપિંડના કેન્સરના રોગીઓમાં જોવા મળે છે જેવા કે ધુમ્રપાન અને તમાકુનું સેવન, જાડાપણુ અથવા કમરની આસપાસ વધારે વજન વધવું, ડાયાબિટીસ, ખાસ કરીને ટાઈપ 2 જે જાડાયપણાથી સંબંધિત છે.

આ રીતે કરી શકાય તેની સારવાર
આ બીમારીની શરૂઆતમાં જાણકારી નથી મળતી પરંતુ લક્ષણ જોઈને તરત ડોક્ટરની પાસે જવાની સલાહ આપવામાં આવે છે. સ્વાદુપિંડના કેન્સરનું નિદાન કરવા માટેની ઘણી રીત છે.

સ્વાદુપિંડના કેન્સરની સારવાર તેના સ્ટેજના આધાર પર કરવામાં આવે છે. તેની સારવારમાં સૌથી વધારે એન્ડોસ્કોપિક રેટ્રોગ્રેટેડ કોલાંગિયોપેંક્રોગ્રાફી પ્રક્રિયા એન્ડ કોલાંગિયોસ્કોપીનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે ત્યાર બાદ વધુ તપાસની જરૂર નથી પડતી. અહીં પારંપરિક એન્ડોસ્કોપિક રેટ્રોગ્રેડ કોલેંગિયોપેરેગ્રોફીની તુલનામાં રોગીઓની સારવામાં લાગતા સમયને ઓછો કરી દે છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow