ભૂલથી પણ બાળકોને આ ચીજવસ્તુઓ ખાવામાં ન આપતા, નહીં તો મુકાઇ જશો મોટી મુશ્કેલીમાં!

ભૂલથી પણ બાળકોને આ ચીજવસ્તુઓ ખાવામાં ન આપતા, નહીં તો મુકાઇ જશો મોટી મુશ્કેલીમાં!

બાળકોના આરોગ્ય માટે આ વસ્તુઓ હાનિકારક

આ બધી વસ્તુઓ બાળકોના આરોગ્ય પર ખૂબ ખરાબ પ્રભાવ નાખે છે. તો આવો જાણીએ એવી બધી વસ્તુઓ અંગે જે બાળકોના આરોગ્ય માટે ખતરનાક સાબિત થઇ શકે છે અને માતા-પિતાએ આ વસ્તુઓ બાળકોથી દૂર રાખવી જોઈએ.

બાળકોને ભૂલથી પણ ના આપતા આ વસ્તુઓ

વ્હાઈટ બ્રેડ

વ્હાઈટ બ્રેડને બનાવવામાં મેદાનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત તેને લાંબા સમય સુધી સારી રાખવા માટે ઘણા પ્રકારના પ્રિજર્વેટિવ્સનો ઉપયોગ કરી શકાય છે. આ સાથે બ્રેડમાં મીઠાં અને સોડિયમનો પણ ઉપયોગ કરી શકાય છે. વધારે માત્રામાં બ્રેડનુ સેવન કરવાથી બાળકોને ખંજવાળ, એલર્જી, સ્કિન પર ફોલ્લીઓની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. બ્રેડના બદલે તમે તમારા બાળકોને ઓટ્સ પેનકેક અને દલિયા ખવડાવી શકો છો.

ખાંડવાળી વસ્તુ

માર્કેટમાં મળતા પદાર્થોમાં શુગરની માત્રા ઘણી વધારે હોય છે, જેનાથી બાળકોમાં મેદસ્વિતા અને હાર્ટ સંબંધિત બિમારીઓનુ જોખમ ઘણુ વધી જાય છે. ખાંડવાળી વસ્તુઓનુ સેવન વધારે કરવાથી બાળકોના દાંતમાં સડો અને હાડકામાં નબળાઈની સમસ્યા આવી શકે છે. એવામાં જરૂરી છે કે બાળકોની ડાયટથી એડેડ શુગરવાળી વસ્તુઓને હટાવો. જો તમારા બાળકને કઈક મીઠુ ખાવાનુ મન થાય છે તો તમે તાજા ફળ અને ડ્રાય ફ્રૂટ્સ આપી શકો છો. જેમાં નેચરલ શુગર હોય છે.

ફ્રૂટ્સ અને દહી

ફ્રૂટ્સ અને દહી બંને હેલ્થ માટે ગુણકારી માનવામાં આવે છે. પરંતુ બાળકોને ભૂલથી પણ આ વસ્તુઓ એકસાથે ના આપવી જોઈએ. દહી અને ફ્રૂટ્સ એકસાથે ખાવાથી ઘણા પ્રકારના ટૉક્સિન રીલીઝ થાય છે, જે બાળકોના આંતરડાને નુકસાન પહોંચાડી શકે છે. એવામાં જરૂરી છે કે બાળકોને દહી આપ્યાના થોડા સમય બાદ તેમને ફળ ખવડાવો.

કાચુ દૂધ અને પનીર

કાચા દૂધ અને પનીરમાં હાનિકારક બેક્ટેરિયા હોય છે, જેનાથી બાળકોને ઝાડા અને ખતરનાક ઈન્ફેક્શન થઇ શકે છે. આ ઉપરાંત આ વસ્તુઓ બાળકોના આંતરડાને પણ નુકસાન પહોંચાડે છે. એવામાં જરૂરી છે કે બાળકોને કાચુ દૂધ અને પનીર વગેરે ખવડાવવાથી બચવુ જોઈએ.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow