ભૂલથી પણ ન રાખતા આ 10 કોમન પાસવર્ડ, નહીં તો એક સેકન્ડમાં હેકર કરી નાખશે ક્રેક, જોઈ લો લિસ્ટ

વર્ષ 2022ના સૌથી વધુ કોમન પાસવર્ડની યાદી શેર કરી
એવુ લાગી રહ્યું છે કે વર્ષ 2022માં પણ લોકો પાસવર્ડને લઇને વધુ સીરિયસ નથી. જેનો ખુલાસો એક નવા રિપોર્ટમાં થયો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે લોકો ખૂબ સરળતાપૂર્વક કરવામાં આવતા પાસવર્ડનો ઉપયોગ કરી રહ્યાં છે. જેનો ફાયદો હેકર્સ ઉઠાવી શકે છે. NordPassએ વર્ષ 2022ના સૌથી વધુ કોમન પાસવર્ડની યાદી શેર કરી છે. જેમાં ભારતમાં 3.5 લાખ લોકો પોતાના પાસવર્ડમાં password સાઇન અપ કરતી સમયે ઉપયોગ કરે છે. રિપોર્ટમાં એવુ પણ જણાવવામાં આવ્યું છે કે 75 હજારથી વધુ ભારતીય પાસવર્ડમાં Bigbasket ઉપયોગ કરી રહ્યાં છે.

Top-10 કૉમન પાસવર્ડ
આ વર્ષે ટૉપ-10 કોમન પાસવર્ડમાં 123456, bigbasket, password, 12345678, 123456789, pass@123, 1234567890, anmol123, abcd1234 અને googledummy સામેલ છે. આ પાસવર્ડનો હજારો લોકો ઉપયોગ કરે છે. આ રિસર્ચ ભારત સિવાય 30 અન્ય દેશોમાં પણ કરવામાં આવ્યાં. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે guest, vip, 123456 જેવા પાસવર્ડનો ઉપયોગ ઘણા લોકો કરે છે. દર વર્ષે સંશોધકો આ પેટર્નને નોટીસ કરે છે કે સ્પોર્ટ્સ ટીમ, મૂવી કેરેક્ટર અને ફૂડ આઈટમ પાસવર્ડ લિસ્ટમાં ટોપ પર હોય છે.

જો તમે પણ આવા પાસવર્ડનો ઉપયોગ કરો છો તો તેને તાત્કાલિક બદલો
લોકો આ કેટેગરીમાં પોપુલર નામનો ઉપયોગ કરે છે. આ ખૂબ વીક પાસવર્ડ હોય છે અને હેકર્સનુ કામ સરળ થાય છે. એવામાં જો તમે પણ આવા વીક પાસવર્ડનો ઉપયોગ કરો છો તો તેને તાત્કાલિક બદલો. યુઝર્સને વધુ કોમ્બિનેશનવાળા પાસવર્ડ ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે.