શિક્ષકના મારથી ગભરાઈ ગયેલા નિદ્રાધીન બાળકને માતાએ સ્પર્શ કરતાં જ તે બોલ્યો ‘મને મારતા નહીં’

શિક્ષકના મારથી ગભરાઈ ગયેલા નિદ્રાધીન બાળકને માતાએ સ્પર્શ કરતાં જ તે બોલ્યો ‘મને મારતા નહીં’

આનંદનગર વિસ્તારમાં રહેતા અને ધોરણ 7માં અભ્યાસ કરતાં બાળકને તેની સ્કૂલના શિક્ષકે ફૂટપટ્ટીથી માર મારતા ઘવાયેલા બાળકને હોસ્પિટલમાં ખસેડાયો હતો. બાળકને 10 દિવસથી ફટકારવામાં આવતો હોવાનો તેની માતાએ આક્ષેપ કર્યો હતો.

કોઠારિયા રોડ પરના આનંદનગરના અજંતાપાર્કમાં રહેતા ક્રેનિલ કમલેશભાઇ સોમાણી (ઉ.વ.12)ને શનિવારે રાત્રે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, ક્રેનિલની માતા સલમાબેને હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફ સમક્ષ કહ્યું હતું કે, ક્રેનિલને શુક્રવારે સવારે શુભમ સ્કૂલના શિક્ષક જયદીપ ગઢિયાએ ફૂટપટ્ટી મારતા ક્રેનિલને ઇજા થઇ હતી. ઘટનાની જાણ થતાં ભક્તિનગર પોલીસ દોડી ગઇ હતી.

સલમાબેને જણાવ્યું હતું કે, ક્રેનિલ સાધના સોસાયટીમાં આવેલી શુભમ સ્કૂલમાં ધોરણ 7માં અભ્યાસ કરે છે, શુક્રવારે સાંજે સલમાબેન પોતાની નોકરી પૂરી કરીને ઘરે પહોંચ્યા હતા ત્યારે પુત્ર ક્રેનિલ સૂતો હતો, પુત્રના માથા પર સ્નેહથી હાથ મૂકતાં જ ક્રેનિલ ઝબકીને જાગી ગયો હતો અને મને મારતા નહીં તેવું બોલવા લાગ્યો હતો.

પુત્રની હરકતથી ગભરાઇ ગયેલા સોમાણી પરિવારે આ અંગે ક્રેનિલના સાથી વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતાં જ શિક્ષકનો ત્રાસ હોવાનું બહાર આવ્યું હતું. સલમાબેને કહ્યું હતું કે, શુભમ સ્કૂલના શિક્ષક જયદીપ ગઢિયા છેલ્લા દશ દિવસથી ક્રેનિલને બંને હાથ પર ફૂટપટ્ટી ફટકારતા હતા, ડરી ગયેલા ક્રેનિલે આ અંગેકોઇને જાણ કરી નહોતી. શિક્ષક જયદીપ સ્કૂલના અન્ય વિદ્યાર્થીઓને પણ અવારનવાર મારકૂટ કરતો હોવાનો સલમાબેને આક્ષેપ કર્યો હતો.

Read more

શિવરાજગઢમાં ઘર કંકાસથી ત્રાસી પરિણીતાએ ફાંસો ખાધો

શિવરાજગઢમાં ઘર કંકાસથી ત્રાસી પરિણીતાએ ફાંસો ખાધો

ગોંડલના શિવરાજગઢ ગામે રહેતી 20 વર્ષીય પરિણીતા પૂજાબેન મકવાણાએ ગૃહ કંકાસથી કંટાળીને પોતાના ઘરે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી વ્યા

By Gujaratnow
સુરતમાં અસામાજિક તત્વોએ ગણપતિ બાપાના બેનરો ફાડ્યા

સુરતમાં અસામાજિક તત્વોએ ગણપતિ બાપાના બેનરો ફાડ્યા

સુરત શહેરના વેસુ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ગણપતિ બાપાના આગમનના બેનરોમાં ફાડવામાં આવતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ઘટના ગુ

By Gujaratnow