Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
🛍 Lifestyle

ખાલી પેટ ભૂલથી પણ ન કરો આ કામ, થશે એટલા નુકસાન કે પસ્તાવાનો પાર નહી રહે

Gujaratnow2 min read
ખાલી પેટ ભૂલથી પણ ન કરો આ કામ, થશે એટલા નુકસાન કે પસ્તાવાનો પાર નહી રહે

બધા માને છે કે સવારે ખાલી પેટ રહેવાથી ઘણા પ્રકારની સમસ્યાઓ પેદા થઇ શકે છે. આમ કરવાથી ઘણા પ્રકારની બીમારીઓ આપણને ઘેરવા લાગે છે. માનવામાં આવે છે કે સવારે ખાલી પેટ રહેવાથી એસિડીટી, પેટમાં દુખાવો, ઉલ્ટી અને બ્લડ શુગર જેવી સમસ્યાઓ પેદા થાય છે. આવામાં ઘણા લોકો પોતાની ભૂખ શાંત કરવા માટે સવાર સવારમાં એવી વસ્તુઓ લે છે, જેથી ઘણી સમસ્યાઓ પેદા થઇ શકે છે. તો ચાલો જાણીએ કે એવી કઈ કઈ વસ્તુઓ છે, જે ખાલી પેટ ક્યારેય ન લેવી જોઈએ.

‌જો સવાર સવારમાં ખાલી એટ દારુનું સેવાન કરશો તો તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે. માનવામાં આવે છે કે ખાલી પેટ દારુ પીવાથી તમારા બ્લડ સ્ટ્રીમમાં તે પહોંચે છે. આવામાં તે આખા શરીરમાં ફેલાય છે અને જેથી બ્લડ વેસલ્સ ફેલાય છે. આમ કરવાથી આપણી પલ્સ રેટ ઘટવાની સંભાવના પેદા થઇ શકે છે, આવામાં તમને કિડની, લંગ્સ, લિવરમાં તકલીફ પેદા થઇ શકે છે. એટલા માટે કોશિશ કરો કે તમે ખાલી પેટ ક્યારેય દારુ ન પીવો.

આ ઉપરાંત, ખાલી પેટ ક્યારેય શોપિંગ ન કરવું જોઈએ. ખાલી પેટ હોવાથી આપણે વધારે સામાન ખરીદી લઈએ છીએ. એટલા માટે કોશિશ કરો કર ખાલી પેટ ક્યારેય પણ શોપિંગ ન કરો.

ઘણા લોકોને તમે જોયા હશે કે સવાર સવારમાં ખાલી પેટ કોફી પીવાનું શરુ કરી દે છે. જો તમે ખાલી પેટ કોફી કે ચા પીવો છો, તો તમને એસિડીટીની સમાસ્યા પેદા થઇ શકે છે.

મોટાભાગના લોકો ખાલી પેટ ચ્યુઇન્ગમ પણ ચાવે છે. જો તમે આવા લોકોમાં સામેલ છો, તો તરત જ આ આદત છોડી દો. કેમકે ખાલી પેટ ચ્યુઇન્ગમ ચાવવાથી આપણા પેટમાં ડાયજેસ્ટીવ એસીડ બનવા લાગે છે. આ ડાયજેસ્ટીવ એસીડ ખાલી પેટમાં એસિડીટીથી લઈને અલ્સર સુધીની સમસ્યાઓ પેદા કરી શકે છે. એટલા માટે સારું રહેશે કે ખાલી પેટ ચ્યુઇન્ગમ ન ચાવો.

Gujaratnow2 min read

Related News