ઠંડીની સિઝનમાં ભૂલથી પણ વધુ માત્રામાં ઇંડા ન ખાતા, નહીં તો ઊભી થશે અનેક સમસ્યા

ઠંડીની સિઝનમાં ભૂલથી પણ વધુ માત્રામાં ઇંડા ન ખાતા, નહીં તો ઊભી થશે અનેક સમસ્યા

શરદી હોય કે ગરમી ઈંડા ખાવા સ્વાસ્થ્ય માટે સારા માનવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે આ હેલ્ધી ફૂડ સ્વાસ્થ્યને નુકશાન પણ પંહોચાડી શકે છે? વધુ ઈંડા ખાવાથી શરીરને ઘણું નુકશાન પંહોચે છે.

ઈંડામાં પ્રોટીન, વિટામીન B12 અને ઘણા એન્ટીઓક્સીડેન્ટ હોય છે પણ આ ખોરાકને લિમિટમાં ખાવાની સલાહ આપવામાં આવે છે. જો તમે ઈંડાનું વધુ સેવન કરો છો તો શરીરને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

લૂઝ મોશન
ઈંડાના પીળા ભાગમાં કોલેસ્ટ્રોલ વધારે હોય છે એવામાં જો એક દિવસમાં વધુ ઈંડાનું સેવન કરવામાં આવે તો આ સ્થિતિમાં વ્યક્તિને લૂઝ મોશન પણ થઈ શકે છે. જણાવી દઈએ કે જીમમાં જનારા લોકો ખાસ કરીને ઈંડાનો સફેદ ભાગ જ ખાય છે.

હાર્ટ એટેકનો ખતરો
એક અહેવાલ મુજબ ઈંડાનું વધુ પડતું સેવન શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધારી શકે છે.  એટલે ખરાબ કોલેસ્ટ્રોલના વધારાને અવગણવાથી હાર્ટ એટેકનું જોખમ ઘણું વધી જાય છે.

ગેસની સમસ્યા
ઈંડામાં ખાવામાં સૌથી મોટી તકલીફ એ છે કે તેનાથી શરીરમાં ગેસની સમસ્યા થાય છે. ટ્રેન્ડને અનુસરવા લોકો શોખ માટે ત્રણથી ચાર ઈંડાની ઓમલેટ ખાય છે અને એ પછી ગેસને કારણે માથામાં કે અન્ય ભાગોમાં દુખાવાના શિકાર બને છે.

બ્લડ શુગર લેવલ
શું તમે જાણો છો કે સુપરફૂડ તરીકે ગણાતા ઈંડા શરીરમાં ઈન્સ્યુલિનને ડિસ્ટર્બ કરી શકે છે. આવી સ્થિતિમાં બ્લડ શુગર લેવલ વધી શકે છે અને જો આ સમસ્યા ચાલુ રહે તો ડાયાબિટીસ પણ થઈ શકે છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow