સ્થાનિક માગ યથાવત્ રહેશે, મંદીનો અણસાર નથી: નિષ્ણાતો

સ્થાનિક માગ યથાવત્ રહેશે, મંદીનો અણસાર નથી: નિષ્ણાતો

વદેશમાં ડિસેમ્બર ક્વાર્ટરના નબળા આંકડા બાદ મંદીની શક્યતાને વોલ સ્ટ્રીટ બ્રોકરેજે નકારી કાઢી છે અને કહ્યું છે કે બેઝ ઇફેક્ટને કારણે આંકડાઓ સામાન્ય છે અને જાન્યુઆરીના ડેટા દર્શાવે છે કે સ્થાનિક માંગ હજુ પણ અકબંધ છે.

મોર્ગન સ્ટેનલી ઇન્ડિયાના મુખ્ય અર્થશાસ્ત્રી ઉપાસના ચાચરા અનુસાર બાહ્ય માંગમાં સ્લોડાઉન, નિકાસમાં ઘટાડા જેવા પરિબળોને કારણે સ્થાનિક માંગ સૂચકાંકોમાં જોવા મળેલા મિશ્ર ટ્રેન્ડને કારણે ડિસેમ્બરના આંકડાઓમાં સુસ્તી જોવા મળી છે. બ્રોકરેજ ફર્મ અનુસાર નાણાકીય વર્ષ 2024 દરમિયાન 6.2 ટકાનો જીડીપી ગ્રોથનો આશાવાદ ધરાવે છે. જે અગાઉ 6 ટકાની ધારણા હતી. ખાસ કરીને સ્થાનિગ માંગને કારણે ગ્રોથ મોમેન્ટમ જળવાયેલું રહેશે.

બજેટમાં આગામી નાણાકીય વર્ષના જીડીપી ગ્રોથને લઇને કોઇ ચોક્કસ આંકડા આપવામાં આવ્યા નથી ત્યારે અંદાજ છે કે તે GDP 6 થી 6.5 ટકાની રેન્જમાં રહી શકે છે. જ્યારે RBIએ તેના તાજેતરના મૂલ્યાંકન રિપોર્ટમાં આગામી નાણાકીય વર્ષમાં ભારત 6.4 ટકાનો આર્થિક વૃદ્ધિ નોંધાવે તેવી ધારણા વ્યક્ત કરી છે. છેલ્લા ક્વાર્ટર દરમિયાન ગ્રોથ ડેટામાં મિશ્ર ટ્રેન્ડ અનુસાર સ્લોડાઉનના કેટલાક સંકેતો હતો. પરંતુ અર્થશાસ્ત્રીઓ તેના માટે બેઝ ઇફેક્ટ અને તહેવારોને જવાબદાર ગણાવે છે.

ખાનગી વપરાશ 1.8%થી વધીને 9.7 ટકા
જાન્યુઆરી, 2023 દરમિયાન ખાનગી વપરાશ વધીને 9.7 ટકા પર જોવા મળ્યો છે. જે સપ્ટેમ્બર, 2022 દરમિયાન માત્ર 1.8 ટકા હતો. જ્યારે ત્રણ વર્ષના CAGRના ધોરણે, તે 3.3 ટકાથી વધીને 3.6 ટકા થયો છે. ખાસ કરીને દેવામાં ઘટાડો તેમજ બચતમાં વધારાના ટ્રેન્ડને કારણે આવકની બેલેન્સ શીટ વધુ મજબૂત બની છે જેને કારણે વપરાશને પણ વેગ મળશે.



 

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow