મસ્કના નિર્ણય બાદ ડોગકોઇનમાં 10%નો ઘટાડો

મસ્કના નિર્ણય બાદ ડોગકોઇનમાં 10%નો ઘટાડો

દુનિયાના બીજા સૌથી અમીર બિઝનેસમેન એલન મસ્કે માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટરનો લોગો ફરીથી બદલ્યો છે. ત્રણ દિવસ પહેલાં તેમણે લોગો તરીકે ચકલીની જગ્યાએ એક ડોગનો લોગો લગાવ્યો હતો. જોકે આ ફેરફાર માત્ર વેબવર્ઝન પર કરવામાં આવ્યો હતો, એપ પર નહીં. હવે ટ્વિટરના લોગોમાં ફરી ચકલી ઊડવા લાગી છે. વાદળી ચકલીનો લોગો ફરી પાછો લાવવામાં આવ્યો છે. આ લોગો વેબ અને એપ્લિકેશન બંને પર નજરે પડે છે. લોગોમાં ફેરફાર બાદ ક્રિપ્ટોકરન્સી ડોગકોઇન ('Dogecoin')માં લગભગ 10%નો ઘટાડો જોવા મળ્યો છે.

ટ્વિટરનો લોગો બદલાતાંની સાથે જ યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા અને આ બદલાવ અંગે એકબીજાને સવાલો કરવા લાગ્યા. એક યુઝરે પૂછ્યું કે શું દરેક વ્યક્તિ લોગો પર ડોગ જોઈ રહ્યો છે. થોડી જ વારમાં #DOGE એ ટ્વિટર પર ટ્વીટ કરવાનું શરૂ કર્યું. યુઝર્સને લાગ્યું કે કોઈએ ટ્વિટર હેક કર્યું છે. એના થોડા સમય બાદ એલન મસ્કે એક ટ્વીટ કર્યું, જેમાં સ્પષ્ટ થયું કે ટ્વિટરે તેનો લોગો બદલ્યો હતો.

Read more

રાહુલ ગાંધી જેટલીવાર ગુજરાત આવશે એટલો ભાજપને ફાયદો છે

રાહુલ ગાંધી જેટલીવાર ગુજરાત આવશે એટલો ભાજપને ફાયદો છે

સુરતમાં સામાજિક પ્રસંગમાં હાજરી આપવા આવેલા ઈફ્કોના ચેરમેન અને સહકારી આગેવાન દિલીપ સંઘાણીએ વર્તમાન રાજકીય અને સહકારી બાબતો પર પ્રતિક્રિયા

By Gujaratnow
સીરિયાના ઇદલિબ શહેરમાં દારૂગોળાના ડેપોમાં વિસ્ફોટ

સીરિયાના ઇદલિબ શહેરમાં દારૂગોળાના ડેપોમાં વિસ્ફોટ

ગુરુવારે ઉત્તરપશ્ચિમ સીરિયાના શહેર ઇદલિબમાં એક દારૂગોળાના ડેપોમાં થયેલા વિસ્ફોટમાં 2 લોકો માર્યા ગયા અને 71 લોકો ઘાયલ થયા. પીડિતોની ગણતરી

By Gujaratnow