શું પગમાં કાળો દોરો બાંધવાથી રાહુ-કેતુના ક્રોધથી મળી જાય છે મુક્તિ? જાણો રહસ્ય

શું પગમાં કાળો દોરો બાંધવાથી રાહુ-કેતુના ક્રોધથી મળી જાય છે મુક્તિ? જાણો રહસ્ય

પગમાં કાળો દોરો ધારણ કરવાથી શું ફાયદો થઇ શકે?

તમે ઘણા બધા લોકોને અવાર-નવાર પોતાના પગમાં કાળો દોરો બાંધેલો જોયો હશે. તેમાંથી ઘણા લોકો ફેશન સ્વરૂપે પગમાં કાળો દોરો બાંધે છે તો ઘણા લોકો પરાલૌકિક સમસ્યાના સમાધાન માટે આ ઉપાય કરે છે. જ્યોતિષ શાસ્ત્રની વાત કરીએ તો તેમાં કહેવામાં આવ્યું છે કે પગમાં કાળો દોરો બાંધવાથી કુંડળીમાં રાહુ-કેતુની સ્થિતિ મજબૂત થઇ શકે છે. જો તમે પગમાં કાળો દોરો ધારણ કરો તો જીવનમાં આવતી સમસ્યાઓ કઈ રીતે દૂર થઇ શકે

પગમાં કાળો દોરો પહેરવાના ફાયદા

રાહુ-કેતુને મજબૂત બનાવવા માટે

જ્યોતિષ શાસ્ત્ર મુજબ જે લોકોની કુંડળીમાં રાહુ-કેતુની સ્થિતિ નબળી હોય, તેમણે કોઈ એક પગમાં કાળો દોરો અવશ્ય બાંધવો જોઈએ. માનવામાં આવે છે કે આમ કરવાથી રાહુ-કેતુ પ્રસન્ન થાય છે અને જીવનમાં આવતી ઘણી સમસ્યાઓ આપોઆપ હલ થવા લાગે છે.

શનિનો પ્રભાવ થાય છે ઓછો

શનિ દેવને ક્રોધી ગ્રહ માનવામાં આવે છે. જેના પર ક્રોધિત થાય છે, તેમના જીવનમાં શનિની ઢૈયા અને સાડાસાતી શરૂ થતા વાર લાગતી નથી. માન્યતા છે કે પગમાં કાળો દોરો બાંધવાથી શનિ દેવ રાજી રહે છે, જેનાથી આંતરિક કલહ અને આર્થિક તંગીમાંથી મુક્તિ મળી જાય છે.

પુરૂષો કયા પગમાં ધારણ કરે દોરો

જ્યોતિષ વિદ્ધાનો મુજબ પુરૂષ જો પગમાં કાળો દોરો બાંધવા માંગે છે તો તેમણે મંગળવારે જમણા પગમાં તેને ધારણ કરવો જોઈએ. આમ કરવાથી કુંડળીમાં શનિ ગ્રહ મજબૂત રહે છે. આ સાથે રાહુ-કેતુ પણ પરેશાન કરતા નથી.

મહિલાઓ આ પગમાં પહેરે કાળો દોરો

મહિલાઓ જો પગમાં કાળો દોરો બાંધવા માગે છે તો તેના માટે ડાબા પગમાં દોરો પહેરવો યોગ્ય રહે છે. મહિલાઓએ આ દોરાને શનિવારે પગમાં ધારણ કરવો જોઈએ. આમ કરવાથી માનસિક શાંતિ મળે છે અને હેલ્થ સારું રહે છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow