હાર્ટઍટેકના કારણે વધતાં મૃત્યુને લઈને ડૉક્ટર્સે કર્યો ચોંકાવનારો ખુલાસો, કોરોના સાથે જુઓ કનેક્શન આપ્યું

હાર્ટઍટેકના કારણે વધતાં મૃત્યુને લઈને ડૉક્ટર્સે કર્યો ચોંકાવનારો ખુલાસો, કોરોના સાથે જુઓ કનેક્શન આપ્યું

આ દિવસોમાં દેશમાં અચાનક હાર્ટ એટેકને કારણે મૃત્યુના ઘણા કેસ નોંધાઈ રહ્યા છે. ક્યારેક પાર્ટીમાં ડાન્સ કરતી વખતે, ક્યારેય રમતી વખતે, ક્યારેક જિમ કરતી વખતે અચાનક હાર્ટ એટેક આવે છે અને વ્યક્તિનું મૃત્યું થાય છે. દરેક ઉંમરના લોકો આ પરિસ્થિતિમાં પસાર થઈ રહ્યા છે. હવે આ અંગે તબીબોએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ર્ડાક્ટરના મતે અચાનક કાર્ડિયાક અરેસ્ટ કોરોના સાથે સબંધિત હોઈ શકે છે.

કાર્ડિયાક મૃત્યુની ઘટનાઓમાં ચોક્કસ ડેટા ઉપલબ્ધ નથી
AIIMSના કાર્ડિયોલોજીના પ્રોફેસર ડૉ. રાકેશ યાદવે કહ્યું કે તેને લાંબા કોવિડ સાથે જોડી શકાય છે. તેમણે કહ્યું, "હાલ, અચાનક કાર્ડિયાક મૃત્યુની ઘટનાઓમાં વધારો અંગે કોઈ ચોક્કસ ડેટા ઉપલબ્ધ નથી, પરંતુ આગળ આવી રહેલી ઘટનાઓને જોતા, તે કોરોના રોગચાળા સાથે સંબંધિત હોઈ શકે છે."

હાર્ટ એટેકનું જોખમ ઘટાડવા સમયસર હેલ્થ ચેકઅપ કરાવવું
AIIMS ના પ્રોફેસરના જણાવ્યા અનુસાર સમય જતા કોરોના વાયરસ ચેપના ઈતિહાસ અને હ્રદય સબંધિત સમસ્યાઓના વધતા જોખમ વચ્ચેના જોડાણને સમર્થન આપતા પુરાવા વધી રહ્યા છે. તેમણે કહ્યું, મારૂ સરળ સૂચન છે કે લોકોએ હાર્ટ સબંધિત લક્ષણોને અવગણીને તેમની ઉંમર કે ફિટનેસની પરવા ન કરવી જોઈએ. હાર્ટ એટેકના જોખમને ઘટાડવા માટે સમય પર હેલ્થ ચેકઅપ કરાવવું ખૂબ જ જરૂરી છે.

અચાનક મૃત્યુ પામેલા યુવાનોમાં પીએમ કરવું જોઈએઃર્ડા. સુધીર ગુપ્તા
AIIMS ના ફોરેન્સિક મેડિસિન અને ટોક્સિકોલોજીના પ્રોફેસર અને હેડ ર્ડા. સુધીર ગુપ્તાના જણાવ્યા અનુસાર હ્રદય રોગ અથવા અન્ય જોખમી પરિબળોને કારણે અચાનક મૃત્યુ પામેલા યુવાનોમાં પીએમ કરવું જોઈએ. વધુમાં તેમણે કહ્યું કે જો મૃત્યું કોઈ અજાણ્યા હ્રદય રોગને કારણે થયું હોય, તો પરિવારને રોગ શોધવા માટે સ્કીનિંગ કરવા માટે કહેવામાં આવી શકે છે. આનાથી ઘણી વખત રોગની તપાસ થઈ શકે છે.

Read more

'ધ બંગાળ ફાઇલ્સ'નું ટ્રેલર પશ્ચિમ બંગાળમાં લોન્ચ થશે

'ધ બંગાળ ફાઇલ્સ'નું ટ્રેલર પશ્ચિમ બંગાળમાં લોન્ચ થશે

દિગ્દર્શક વિવેક રંજન અગ્નિહોત્રી હાલમાં અમેરિકામાં તેમની આગામી ફિલ્મ 'ધ બેંગાલ ફાઇલ્સ'નું પ્રમોશન કરી રહ્યા છે. તેઓ ત્યાંના ઘણા

By Gujaratnow
લાલ કિલ્લા પર બોમ્બ ન શોધી શક્યા, 7 પોલીસકર્મી સસ્પેન્ડ

લાલ કિલ્લા પર બોમ્બ ન શોધી શક્યા, 7 પોલીસકર્મી સસ્પેન્ડ

લાલ કિલ્લા પર સુરક્ષા કવાયત દરમિયાન ડમી બોમ્બ ન મળતાં એક કોન્સ્ટેબલ અને એક હેડ કોન્સ્ટેબલ સહિત સાત દિલ્હી પોલીસ કર્મચારીઓને સસ્

By Gujaratnow