શું તમને પણ કુંભકર્ણની જેમ ઊંઘવાની આદત છે તો ચેતી જજો, વધુ પડતી ઊંઘથી શરીરને થાય છે આવા નુકસાન

શું તમને પણ કુંભકર્ણની જેમ ઊંઘવાની આદત છે તો ચેતી જજો, વધુ પડતી ઊંઘથી શરીરને થાય છે આવા નુકસાન

વધુ પડતી નિંદર સ્વાસ્થ્ય માટે હાનિકારક: સારા સ્વાસ્થ્ય માટે ઊંઘ પૂરતી માત્રામાં લેવીએ ખુબજ આવશ્યક છે, સ્વાસ્થ્ય ચિકિત્સકો દ્વારા સલાહ આપવામાં આવે છે કે દિવસ દરમિયાન 7/8 કલાકની ઊંઘ લેવી જરૂરી છે.  

જેનાથી દિવસ આખાનો થાક દૂર થઈ જાય છે અને શરીર તાજગી અનુભવે છે. આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે ઓછી ઊંઘ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક નીવડે છે એવીજ રીતે વધુ પડતી ઊંઘ પણ ઘાતક નીવડે છે.

વધુ પડતી ઊંઘથી થતાં નુકસાન
1. હૃદય રોગ
જો તમે 8 કલાકની ઊંઘ બાદ પણ નથી ઉઠતાં તો તમારે એલાર્મ લગાવું જોઈએ અથવા ઘરના લોકોની મદદ લેવી જોઈએ કે તેઓ તમને જગાડે. કારણકે વધુ પડતી ઊંઘના લીધે તમને હૃદયરોગ થઈ શકે છે.

2. માથાનો દુખાવો
જો તમે જરૂર પડતી ઊંઘ લેતા હોવ છો તો તમારો દિવસ દરમિયાનનો થાક ઉતરી જશે અને તમે શરીરમાં તાજગી અનુભવશો પણ વધુ પડતાં ઊંઘતા રહેવાથી માથામાં દુખાવો થઈ શકે છે. તેથી વધુ ઊંઘવાની આદત બદલવી જરૂરી છે.

3. ડિપ્રેશન
આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે ઔછી માત્રા માં ઊંઘ લેવાથી તનાવ વધી શકે છે પરંતુ વધુ પડતી ઊંઘના લીધે પણ લોકો ડિપ્રેશનનો શિકાર બને છે.

4. વજન વધવું
જ્યારે તમે એક માત્રા કરતાં વધુ ઊંઘતા હોવ તો તમે ધીમે-ધીમે આળસુ થવા લાગો છો જેથી તમારી શારીરિક પ્રવૃતિઓ બંધ થવા લાગશે જેના લીધે તમારા શરીરનું વજન ધીમે-ધીમે વધવા લાગશે. વધતું વજન ઘણી બીમારીઓને નોતરું આપે છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow