શું તમારા શરીરમાં પણ છે લોહીની ઉણપ? તો આજથી જ ડાયટમાં સામેલ કરો આ ચીજવસ્તુ

શું તમારા શરીરમાં પણ છે લોહીની ઉણપ? તો આજથી જ ડાયટમાં સામેલ કરો આ ચીજવસ્તુ

એેનીમિયાથી રક્ત કોશિકાઓમાં ઘટાડો થાય છે

ખોટી ખાનપાન, ભોજનમાં પોષક તત્વોની કમી, માસિક સ્ત્રાવ, આંતરિક ઈજા વગેરેના કારણે શરીરમાં લોહીની કમી થવા લાગે છે. જેનાથી એનીમિયા દર્દીનુ જોખમ વધી જાય છે. શરીરમાં લોહીની કમીથી એનીમિયા રોગ થાય છે. એક રિપોર્ટ મુજબ ભારતમાં દરેક છઠ્ઠો વ્યક્તિ એનીમિયાથી પીડિત છે. આરોગ્ય નિષ્ણાંત મુજબ એેનીમિયાથી રક્ત કોશિકાઓમાં ઘટાડો થવા લાગે છે. જેનાથી શરીરમાં ઑક્સિજનનો સંચાર યોગ્ય રીતે થતો નથી.

પાલકનુ કરો સેવન

પાલકમાં આયરન પુષ્કળ માત્રામાં હોય છે. આ સાથે 90 ટકા પાણી હોય છે. જેથી વધુ પાલકમાં લ્યૂટીન, પોટેશિયમ, ફાઈબર, ફોલેટ અને વિટામિન-ઈ હોય છે, જે અલગ-અલગ પ્રકારની બિમારીઓમાં ફાયદાકારક હોય છે. જેના સેવનથી શરીરમાં આયરનની કમી દૂર થાય છે. શરીરમાં રહેલા ટૉક્સિન પણ બહાર નિકળી જાય છે. જેના માટે શિયાળામાં આયરનની કમી દૂર કરવા માટે ડાયટમાં પાલકને અવશ્ય એડ કરો.

ઈંડા ખાવ

જેમાં ફોલેટ, ફાસ્ફોરસ, કેલ્શિયમ, સેલેનિયમ, વિટામિન-એે, બી, ઈ અને કે હોય છે, જે આરોગ્ય માટે લાભદાયી હોય છે. ઈંડામાં પ્રોટીન પુષ્કળ માત્રામાં હોય છે. જેના માટે ઈંડાને સુપરફૂડ કહેવામાં આવે છે. જેના સેવનથી આયરનની કમી દૂર થાય છે. ડાયટ ચાર્ટ મુજબ એક ઈંડામાં 1 mg આયરન હોય છે.

કિશમિશનુ કરો સેવન

કિશમિશમાં પુષ્કળ માત્રામાં આયરન હોય છે. જેના સેવનથી શરીરમાં ઈન્સ્ટન્ટ આયરનની પૂર્તિ થાય છે. જેના માટે રાત્રે ઊંઘતા પહેલા એક ગ્લાસ પાણીમાં એક મુઠ્ઠી કિશમિશ પલાળીને મુકી દો. બીજા દિવસે કિશમિશનુ સેવન કરો. જેના સેવનથી શરીરમાં હિમોગ્લોબિન સ્તર વધે છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow